દાહોદ જિલ્લાના યુવાનો દ્વારા પોલીસની ભરતી પ્રક્રિયા સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું

દાહોદ તા.૨૫
હાલ પોલીસની ભરતી પ્રક્રિયા બહાર પડી છે અને દાહોદ જિલ્લામાંથી અનેક યુવાઓ દ્વારા આ પોલીસ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવી છે ત્યારે દાહોદ જિલ્લાના ઘણા યુવાનાઓએ ગતરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી આ પોલીસ ભરતી પ્રક્રિયામાં નિયમોમાં ફેરફાર કરવા બાબત અનેક રજુઆતો કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના યુવાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે, પોલીસ વિભાગની ભરતીના અંતર્ગત જે પી.એસ.આઈ.ની ભરતી માટે દોડમાંથી જે ૧૫ ગણા કેટેગરી વાઈઝ ઉમેદવારોને જ બીજા તબક્કાની પ્રાથમીક લેખિત કસોટી માટે ઉતીર્ણ કરવાની મર્યાદાને રદ્દ કરવામાં આવે, પ્રતિક્ષા યાદી (વેઈટીંગ લીસ્ટ) રાખવામાં આલે જેથી જે પરીક્ષા પાસ કરીને નોકરી સ્વીકારવા નથી માંગતા અથવા કોઈ કારણોસર ગેરલાયક ઠરાવવામાં આવે છે તો પ્રતિક્ષા યાદીમાંથી વિદ્યાર્થીઓને અધિકારી બનવાની તક મળે, દરેક ભરતી પરીક્ષામાં જે વિદ્યાર્થી કોલેજના છેલ્લા વર્ષમાં હોઈ છે એમને પરીક્ષા આપવાની તક આપવામાં આવે છે તો આ પોલીસ ભરતીમાં પણ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને તક આપવામાં આવે, નોટીફીકેશનમાં કેટેગરી પ્રમાણેની સિટો ફાળવણીમાં જે વિસંગતતાઓ દેખાય રહી છે તેને દુર કરવામાં આવે તેવી રજુઆત કલેક્ટર સમક્ષ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આપવામાં આવેલ આ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યાં અનુસાર, આ અરજીને ધ્યાનમાં લેવામાં આવે અને તેને યોગ્ય ન્યાય આપવામાં આવે, આવનાર દિવસોમાં આ નિયમોના વિરોધમાં જાે વિદ્યાર્થીઓને આ કોરોના કાળમાં ગ્રાઉન્ડ ઉપર આવવા માટે મજબુર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને કોઈપણ હાની કે જાેખમ ઉભું થશે તો એના માટે જવાબદાર ગુજરાત સરકાર, તેઓના મંત્રી અને પોલીસ ભરતી બોર્ડ રહેશે તેવી પણ દાહોદ જિલ્લાનાના યુવાનાઓએ ચીમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: