દાહોદ તાલુકાના ગમલા ગામે માર્ગ અકસ્માતમાં બેના ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં

દાહોદ તા.૨૭

દાહોદ તાલુકાના ગમલા ગામે હાઈવે રોડ આજરોજ સવારના સમયે હિટ એન્ડ રનનો બનાવ બનતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા વાહનના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર પિતા – પુત્રને અડફેટમાં લેતાં બંન્નેના ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યા મોત નીપજતાં હોળીના તહેવાર ટાણે મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

દાહોદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી માર્ગ અકસ્માતના બનાવોમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે અને તેમાંય હિટ એન્ડ રનના કેસોમાં પણ વધુ બનવા પામ્યાં છે ત્યારે આજરોજ સવારના સમયે દાહોદના ગમલા ગામેથી પસાર થતો ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે પરથી એક મોટરસાઈકલ પર સવાર થઈ પિતા – પુત્ર પસાર થઈ રહ્યાં હતાં તે સમયે પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાના કબજાનું વાહન હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે આ મોટરસાઈકલ પર સવાર પિતા – પુત્રને અડફેટમાં લેતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જાેતજાેતામાં બંન્નેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેઈ ઈજાઓ થતાં સ્થળ પરજ લોહીના ખાબોચીયું ભરાઈ ગયું હતું અને બંન્નેના ઘટના સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કર્મચારીઓ પણ સ્થળ પર દોડી ગયાં હતાં. ઘટનાને પગલે કલાકો માટે આ રસ્તાનો અવર જવર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને મૃતકોને નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.

આ માર્ગ અકસ્માતને પગલે પિતા – પુત્રના મોત થતાં પરિવારમાં હોળી, ધુળેટીના તહેવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે પણ આ સંબંધે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: