દાહોદ શહેર ના યાદગાર ખાતે આવેલી મોબાઈલ ની દુકાન મા ચોરી

દાહોદ તા.૦૭

દાહોદ શહેરમાં યાદગાર ચોક Âસ્થત આવેલ એક મોબાઈલની દુકાનમાં તસ્કરો હાથફેરો કરી અંદાજે લાખ્ખો રૂપીયાના મોબાઈલ સહિત ચીજવસ્તુઓની ચોરી કરી લઈ જતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે મોબાઈલની દુકાન ખાતે પહોંચી ગઈ હતી અને સીસીટીવી ફુટેજ  તેમજ ડોગસ્કોર્ડની મદદ લઈ તસ્કરોની ભાળ મળે તે માટે તજવીજ પણ હાથ ધરી રહી છે ત્યારે જાણવા મળ્યા અનુસાર સીસીટીવીના ફુટેજની તપાસ કરતા વહેલી પરોઢે આ ચોરીને અંજામ આપ્યાનુ તેમજ સીસીટીવી ફુટેજમાં બે ચોરો નજરે પડી રહ્યા છે.

દાહોદ શહેરના યાદગાર ચોક ખાતે આવેલ રોયલ મોબાઈલ નામક દુકાનમાં ચોરી થયાની ખબર મળતા જ નગરજનો સહિત દુકાનના માલિક દુકાન ખાતે દોડી આવ્યા હતા અને દુકાનમાં જાતા દુકાનનો સામાન વેરવિખેર અને મોબાઈલ ફોન વિગેરે ચોરી થયાનો અહેસાસ થતાં આ બાબતની જાણ દાહોદ શહેર પોલીસ કરાઈ હતી અને પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. આ મોબાઈલની દુકાનમાં અંદાજીત લાખ્ખો રૂપીયાની ચોરી થયાની ચર્ચાઓ છે ત્યારે પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ડોગ સ્કોવર્ડની મદદ પણ લીધી અને દુકાનના સીસીટીવીના ફુટેજાની તપાસ કરતા વહેલી પરોઢના આ ચોરીને અંજામ અપાયાનુ જાણવા મળ્યુ છે અને વધુમાં આ સીસીટીવી ફુટેજમાં બે ચોરો સીસીટીવી ફુટેજમાં કેદ થવા પણ પામ્યા છે. સીસીટીવી ફુટેજ તેમજ ડોસ્કોવર્ડના આધારે પોલીસે ચોરોને ઝડપી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર લખાય છે ત્યા સુધી ફરિયાદ નોંધાવા પામી નથી.

—————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: