કોરોનાના વધતા સંક્રમણ સમયે વડીલો તેમજ ગંભીર રોગિષ્ઠ વ્યક્તિઓએ ખાસ સાવચેતી રાખવા જણાવતા કલેક્ટર શ્રી વિજય ખરાડી કોરોનાના કેટલાંક નવા લક્ષણો અને આરોગ્યની સ્વતપાસ બાબતે માહિતી આપી


: કલેક્ટર શ્રી વિજય ખરાડી : –
• હવે જિલ્લામાં ૪૫ કે તેથી વધુ વયના તમામ નાગરિકો લઇ શકશે કોરોનાની વેક્સિન
• સર્વેલન્સ તેમજ આરોગ્યની ટીમોને સહયોગ આપવો
• હોળી ધૂળેટીના તહેવારોમાં ભીડભાડ ન કરવી, તેમજ માસ્ક, સામાજિક અંતર વગેરે નિયમોનું ચુસ્ત પાલન કરવું
દાહોદ, તા. ૨૮ : દાહોદમાં છેલ્લા દસેક દિવસથી કોરોનાના કેસો મોટી સંખ્યામાં નોંધાઇ રહ્યાં છે ત્યારે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જિલ્લાના સૌ નાગરિકોને કોરોના બાબતે સહેજ પણ ગાફેલ રહ્યાં વિના તમામ સાવચેતીઓનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું છે. ખાસ કરીને કોરોનાના કેટલાંક નવા ઉમેરાયેલા લક્ષણો વિશે જણાવી, આ લક્ષણો જણાઇ તો તુરત જ કોરોના ટેસ્ટ કરવા જણાવ્યું છે. ઉપરાંત ૬૦ થી વધુ વયના વડીલો કે ગંભીર રોગ હોય તેવા ૪૫ થી વધુ વયના વ્યક્તિઓએ કોરોનાથી ખૂબ સાવચેત રહેવા અને જિલ્લામાં હવેથી ૪૫ કે તેથી વધુ વયના તમામ નાગરિકોને પણ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે તે બાબતે માહિતી આપી હતી.
કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, જિલ્લામાં ૧૫ માર્ચ પછી એટલે કે છેલ્લા દસ થી બાર દિવસોમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં નોંધાઇ રહ્યાં છે. જેમાં ઘણાં કેસો માઈલ્ડ અને એસિમ્ટોમેટિક છે તેવા દર્દીઓ ઝડપથી સાજા થઇ રહ્યાં છે. પરંતુ ઘણાં દર્દીઓ કોરોનાના લક્ષણો જણાતા હોવા છતાં સાત થી દસ દિવસ જેટલાં મોડા આવે છે. જેમાં ૬૦ થી વધુની ઉંમરના વડીલો હોય છે તેમના પર મોટું જોખમ રહેલું છે. માટે એ જરૂરી છે કે ૬૦ કે તેથી વધુ ઉંમરના વડીલો જેમને શરદી, ખાંસી કે અન્ય તકલીફ હોય તેઓ સત્વરે કોવીડ ટેસ્ટ કરાવી લે.
કોરોનાના લક્ષણો જે હાલમાં જણાઇ રહ્યાં છે તેમાં શરદી, ખાંસી, માથાનો દુખાવો, આંખો આવવી, ઝાડા થઇ જવાં તેમજ અન્ય તકલીફો પણ જોવા મળી રહી છે. માટે ખૂબ જરૂરી છે કે આ લક્ષણો જણાઇ તો તુરત જ કોરોનાનો ટેસ્ટ નજીકના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે નજીકના દવાખાનામાં કરાવી લેવો. શ્વાસમાં તકલીફ જણાય તો છ મિનિટ સામાન્ય ઝડપે ચાલીને ઓક્સીજનની તપાસ કરાવવી જોઇએ. દરેક કોવીડ લક્ષણ વગરના કોમોર્બીડમાં જોવું જોઇએ. જે એક માત્ર રીત છે જથી કોમોર્બીડ દર્દીઓને ગંભીર પરિસ્થિતિ તરફ જતા અટકાવી શકાય, જયારે તેઓ માઇલ્ડ કે એસિમ્ટોમેટિક હોય છે. જો વ્યક્તિનું વજન સામાન્યથી ઘણું વધારે હોય તેમણે ખૂબ સાવચેતી રાખવી અને લક્ષણો જણાઇ તો તુરત કોરોનાનો ટેસ્ટ કરાવો. પરિવારના સભ્યોએ ઘરના આવા સભ્યોની ખાસ કાળજી રાખવી જોઇએ.
ડાયાબિટીશ કે હ્રદય રોગ કે એવી મોટી બિમારી હોય તેમણે કોઇ તકલીફ ન હોય તો પણ ૬ મિનિટ સામાન્ય ગતિથી ચાલીને જાતે પણ તપાસ કરતાં રહેવું જોઇએ. સિંગલ બ્રેથ કાઉન્ટ એટલે કે એકી શ્વાસે ૧,૨,૩,૪… કેટલાં સુધી બોલી શકાય છે તે પણ તપાસો. સામાન્ય રીતે ૩૦ કરતાં વધુ બોલી શકાય છે. આ પદ્ધતિથી પણ તકલીફ હશે તો ખબર પડી જશે. તકલીફ ન જાણ થતાં તુરત ટેસ્ટ કરાવીને સારવાર લેવી જરૂરી છે જેથી પરિસ્થિતિ કાબૂ બહાર ન જતી રહે. આ તબક્કામાં દરેક વ્યક્તિની જાગૃકતા અને સહયોગ અનિવાર્ય છે.
તેમણે ઉમેર્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની રોકથામ માટે ૩૦ ધન્વતંરિ રથ આખાય જિલ્લામાં કામગીરી રહ્યાં છે, સાથે સર્વેલન્સની કામગીરી પણ વધારવામાં આવી છે. અત્યારે કોન્ટ્રેક્ટ ટ્રેસીંગ અને આરોગ્યની ટીમો ઘરે ઘરે પહોંચી રહી છે ત્યારે જનસહયોગ પણ ખૂબ જ અગત્યનો છે. ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી પણ સઘનતાથી ચાલી રહી છે, આરોગ્ય કર્મીઓની ટીમને પણ લોકોનો સહયોગ મળે તે જરૂરી છે. જેટલી જલ્દી કોરોનાના કેસ ઓળખી શકાશે એટલો જ કોરોના સંક્રમણ ફેલતું રોકી શકાશે અને દર્દીમાં સામાન્ય લક્ષણો હોય કે લક્ષણો ન જણાંતા હોય એ તબક્કામાં જ તેમને ઓળખી શકાશે અને તુરત સારવાર મળી શકશે.
આગામી સપ્તાહ એટલે કે તા. ૩૦ માર્ચથી ૪ એપ્રીલ સુધીનો સમય કોરોના સંક્રમણ બાબતે ખૂબ જ મહત્વનો છે. ત્યારે આપણે સૌ કોરોનાની તમામ સાવચેતીઓનું પાલન કરીને ખાસ તકેદારી રાખીશું. જે દર્દીમાં સામાન્ય લક્ષણો હોય કે લક્ષણો ન જણાંતા હોય અને કોરોના પોઝિટિવ આવ્યા હોય તથા હોમ આઇસોલેશનમાં રહેવા સૂચન અપાયું હોય તેવો ખાસ તસ્દી રાખીને હોમ આઇસોલેટ જ રહે. આગામી હોળીના તહેવારોમાં સરકારે હોળીકા દહન માટે પરવાનગી આપી છે ત્યારે કોરોનાથી સુરક્ષિત રહેવા માટે લોકોએ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું જેવા નિયમોનું ચુસ્ત પાલન કરવાનું છે, ટોળા કે ભીડભાડ કરવાની નથી.
સરકાર દ્વારા અત્યારે ૪૫ કે તેથી વધુ ઉંમરના તમામ લોકોને પણ કોવીડ વેક્સિનેશન શરૂ કર્યું છે ત્યારે જિલ્લાના આવા નાગરિકો પણ સત્વરે કોરોનાની રસી લઇ લે તેવી મારી અપીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: