દાહોદ જિલ્લામાં હોળીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી

દાહોદ તા.૨૮
આજે હોળીના પાવન અવસરે દાહોદ શહેરમાં ઠેરઠેર હોળીનું દહન કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરમાં પ્રથમ હોળીનું દહન ગાંધી ચોકથી થયું હતું અને ત્યાંથી મસાલ લઈ વિવિધ વિસ્તારોમાં હોળિકાનું દહન કરવામાં કરવામાં આવ્યું હતું.
શહેરના ગાંધી ચોક ખાતે પ્રથમ હોળીકા દહન સાંજે ૭ઃ૧૫ કલાકે થયું હતું ત્યાંથી વિવિધ વિસ્તારોના લોકો દ્વારા ગાંધી ચોક હોળીમાંથી મસાલો લઇ પોતપોતાના વિસ્તારમાં હોળી પ્રગટાવી હતી. આ વખતે ઠેરઠેર વૈદિક હોળીનું પણ દહન કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરના ગોવિંદ નગર, દેસાઈવાડ, ગોદીરોડ, પરેલ વિસ્તાર, પ્રસારણ નગર, ગોધરા રોડ,સ્ટેશન રોડ, નગરપાલિકા વિગેરે અનેક વિસ્તારોમાં હોળીનું દહન કરવામાં આવ્યું હતું. હોળીનાં બિજા દિવસે આજે ધૂળેટીના તહેવારમાં એકબીજાને રંગ લગાવી ધુળેટીના તહેવારની પણ શહેરવાસીઓ ધામધૂમથી ઉજવણી કરશે પરંતુ હાલ કોરોના મહામારીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર પાડેલા નિયમોનુસાર આ બંને તહેવારોની ઉજવણી કરવામાં આવે તેઓ જાહેર જનતાને અનુરોધ સાથે સાથે અપીલ પણ કરવામાં આવી રહી છે. આ બંને તહેવારોમાં શહેરવાસીઓ સોશિયલ ડિસ્ટ્‌?ન્સ્?, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરે અને ટોળું ભેગું ના થાય તેની પણ તકેદારી રાખવા વહીવટી તંત્ર દ્વારા જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: