દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં દાહોદ જિલ્લામાં ૩૫ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યાં
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં એટલે કે, હોળી અને ધુળેટીના દિવસોમાં ૩૫ જેટલા કોરોના સંક્રમણના કેસો સામે આવ્યાં છે. આજે ૧૭ કેસો નોંધાયા છે જ્યારે ગઈકાલે ૧૮ કેસો સામે આવ્યાં હતાં. આમ, દાહોદ જિલ્લામાં કોરોનાએ કુલ આંકડો ૩૧૩૨ને પાર વટાવી ચુંક્યો છે.
આજે આર.ટી.પી.સી.આર.ના ૧૬૬ પૈકી ૦૮ અને રેપીટના ૧૩૦૮ પૈકી ૦૯ મળી ૧૭ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૭ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૪, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૧, લીમખેડામાંથી ૦૩, સીંગવડમાંથી ૦૧, ગરબાડામાંથી ૦૧ અને ફતેપુરામાંથી ૦૬ કેસો સામે આવ્યાં છે જ્યારે ગઈકાલે ૧૮ કોરોના કેસો સામે આવ્યાં હતાં જેમાંથી દાહોદ અર્બનમાંથી ૦૫, દાહોદ ગ્રામ્યમાંથી ૦૧, ઝાલોદ અર્બનમાંથી ૦૧, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૩, ગરબાડામાંથી ૦૧, ફતેપુરામાંથી ૦૪ અને સંજેલીમાંથી ૦૩ નોંધાયાં હતાં. છેલ્લા બે દિવસની અંદર ૧૨ જેટલા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વધતાં કેસોની સાથે સાથે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. એક્ટીવ કેસો સંખ્યા વધીને ૧૬૯ ઉપર પહોંચી ગઈ છે. દાહોદ જિલ્લામાં શહેરી વિસ્તાર સાથે સાથે મંથર ગતિએ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે આ બાબતે આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારોમાં પણ થનવંતરી રથ, સેનેટરાઈઝરની કામગીરીનો પણ આરંભ કરી દેવામાં આવ્યો છે.