દાહોદ જિલ્લામાં રાજયની સરહદેથી પ્રવેશ કરનાર દરેક વ્યક્તિનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ ફરજીયાત જોઇશે સરહદેથી પ્રવેશ કરનાર સૌનું મેડીકલ સ્ક્રિનિગ કરાશે

દાહોદ તા. ૩૧

રાજય સરકાર દ્વારા અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે ત્યારે આ સંદર્ભે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ દાહોદ જિલ્લામાં અન્ય રાજયોમાંથી દાહોદમાં પ્રવેશતા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ જે ૭૨ કલાકમાં કરેલો હોવો જોઇએ અને નેગેટીવ હોવો જોઇએ તો જ જિલ્લામાં પ્રવેશ મળશે તેમ જણાવ્યું છે.
તેમણે જણાવ્યું કે, તા. ૧ એપ્રીલ, ૨૦૨૧ થી ગુજરાત સરકારના આરોગ્ય અને કુંટુંબ કલ્યાણ વિભાગ દ્વારા એપિડેમિક ડિસિઝ એક્ટ એટલે કે રોગચાળા નિયત્રંણ કાયદા અંતર્ગત કેટલાંક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. આગામી તા. ૧ એપ્રીલની મધરાતથી જે લોકો અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશે છે, ખાસ કરીને જિલ્લાની વાત કરીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લોકો દાહોદમાં પ્રવેશતા હોય છે. ત્યારે જે પણ અન્ય રાજયોમાંથી દાહોદ જિલ્લામાં પ્રવેશે છે તે તમામ લોકોએ આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરેલો હોવો જોઇએ તેમજ ૭૨ કલાકની અંદરનો રિપોર્ટ હોવો જોઇએ, રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ, તો જ તેઓ દાહોદ જિલ્લામાં પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં સરહદેથી પ્રવેશ કરનાર સૌનું મેડીકલ સ્ક્રિનિગ પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!