ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે એક ફોર વ્હીલર ગાડી ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મોત નીપજ્યું

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી હતી જેથી ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેનુ મોત નીપજ્યાનું જાણવા મળે છે.
પંચમહાલ જિલ્લાના કાલોદ તાલુકામાં અડોદરા ગામે ગોર ફળિયામાં રહેતા શ્રુતિકુમાર પ્રફુલ્લચંદ્ર શાહ ગતરોજ પોતાની કબજાની  વેગેનાર ફોર વ્હીલર ગાડી લઈ ઝાલોદ તાલુકાના  ઘાવડીયા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ પસાર થઈ રહ્યા હતા તે સમયે ગાડીની વધુ પડતી ઝડપના કારણે સ્ટેરીંગ પરનો કાબુ બેસતા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી અને જેથી  ચાલક શ્રુતિકુમાર પ્રફુલ્લચંદ્ર શાહને શરીરે,હાથે,પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેમનુ મોત નીપજતા આ સંબંધે ઝાલોદ નગરમાં રહેતા અજયકુમાર ગીરધરલાલ શાહે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: