મહારાષ્ટ્રમાં વધુ ૪ હજાર બેડ્સની સુવિધા ઉપલબ્ધ કરાઈ : મહારાષ્ટ્રમાં કોરોના સાયલન્સ કિલર બન્યોઃ ૭૪ હજાર દર્દીઓ લક્ષણ વગરના !
(જી.એન.એસ)મુંબઈ,તા.૩૧
દેશમાં કોરોના વાયરસની તાજી લહેરનું એપિસેન્ટર મહારાષ્ટ્ર બનતુ જાેવા મળી રહ્યું છે. અનેક દિવસથી મહારાષ્ટ્રમાં ૩૦ હજારથી વધારે કેસ રિપોર્ટ થઈ રહ્યા છે. આ દરમિયાન બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે નિવેદન આપ્યું છે કે મુંબઈમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. મુંબઈમાં ફક્ત ૪૯ દિવસમાં ૯૧ હજાર કોરોનાના કેસ નોંધાયા છે. બીએમસીના કમિશનરના પ્રમાણે, મુંબઈમાં અત્યારે ૭૪ હજાર કેસ આવ્યા છે, જેમાં કોરોનાના કોઈ લક્ષણ નથી. એટલે કે કોરોના હવે એક ‘સાયલન્ટ કિલર’ તરીકે ઉભરાતો જાેવા મળી રહ્યો છે, જે લક્ષણો વગર લોકોને પોતાની ઝપટમાં લઈ રહ્યો છે.
જાે અન્ય મુદ્દાઓની વાત કરીએ તો મુંબઈમાં લગભગ ૧૭ હજાર લોકોમાં કોરોનાના લક્ષણો જાેવા મળ્યા છે. અડધા કેસોમાં લોકોમાં કોરોનાના કેટલાક જ લક્ષણો જાેવા મળ્યા છે. જે લોકોમાં કોરોનાના લક્ષણ નથી અને તેઓ કોરોના પોઝિટિવ છે તેને લઇને બીએમસી કમિશનરે કહ્યું કે, તે તમામ પર સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે. જાે તેઓ સાર્વજનિક સ્થાનો પર મળે છે તો તેમના પર હ્લૈંઇ નોંધવામાં આવશે. આવા લોકોની ધરપકડ પણ કરવામાં આવશે.
બીએમસી કમિશનરના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં ૯૯૦૦ હૉસ્પિટલ બેડ્સ ભરાઈ ચુક્યા છે, જ્યારે ૪૦૦૦ બેડ્સની સુવિધા આ અઠવાડિયે ઑનલાઇન કરી દેવામાં આવશે. સરકાર લોકડાઉન નથી ઇચ્છતી. જાે લોકો કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરશે તો સ્થિતિ કાબૂમાં આવી શકે છે. બીએમસીના કમિશનર ઇકબાલ સિંહે કહ્યું કે, મુંબઈમાં અમે ઓછી કડકાઈ લાગુ કરી છે. અત્યારે મુંબઈમાં કોરોનાથી થતા મોતોની સંખ્યા કાબૂમાં છે. જાે કોઈ માસ્ક નથી પહેરતુ અથવા ગાઇડલાઇન્સ નથી માની રહ્યું તેના પર ૨૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવી રહ્યો છે.
મુંબઈમાં ૪૭ હજારથી વધારે કેસ એક્ટિવ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં માર્ચ મહિનામાં કોરોના વાયરસની ઝડપ બેકાબૂ થઈ ગઈ છે. વર્તમાન સમયમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ ૩.૪૦ લાખ એક્ટિવ કેસ છે. આમાંથી મુંબઈમાં ૪૭ હજારથી વધારે કેસ એક્ટિવ છે, જ્યારે પુણેમાં ૫૭ હજારની નજીક એક્ટિવ કેસ છે. ફેબ્રુઆરીમાં દરરોજ સરેરાશ ૫ હજાર કેસ આવી રહ્યા હતા, તો હવે દરરોજ ૩૦ હજારથી વધારે કેસ આવી રહ્યા છે.