કેરાલા ભાજપ પ્રમુખ કે.સુરેન્દ્રનું નિવેદન : હિન્દુઓ જ નહીં પણ ખ્રિસ્તીઓ પણ ‘લવ જેહાદ’ને ગંભીર મુદ્દો માને છે

(જી.એન.એસ.)તિરુવનંતપુરમ્‌,તા.૩૧
કેરાલા વિધાનસભાની ચૂંટણી માટે પૂરજાેશમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપે આ રાજ્યમાં પણ લવ જેહાદના મુદ્દાને હવા આપી છે.
કેરાલા ભાજપના પ્રમુખ કે સુરેન્દ્રને કહ્યુ તહુ કે, કેરાલા કોંગ્રેસ(એમ)ના નેતા જાેસ મણિએ રાજ્યમાં લવ જેહાદ હકીકત હોવાનનુ કહ્યુ છે અને કેરાલાની કેથોલિક બિશપ કાઉન્સિલે પણ આ વાતને સમર્થન આપ્યુ છે.આમ માત્ર ભાજપ અને હિન્દુઓે જ નહીં પણ ખ્રિસ્તી સમુદાયને પણ લાગે છે કે કેરાલામાં લવ જેહાદ એક ગંભીર મુદ્દો છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, રાજ્યમાં એવી ઘટનાઓ બની છે પણ સરકારે તેની કોઈ તપાસ કરાવી નથી.ઈસ્લામિક સ્ટેટ દ્વારા હિન્દુ અને ખ્રિસ્તી યુવતીઓને ખાસ કરીને વિદ્યાર્થિનીઓને નિશાન બનાવવામાં આવી રહી છે.અમારા ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે જાે ભાજપ સત્તા પર આવશે તો લવ જેહાદ સામે રાજ્યમાં કાયદો બનાવશે.
આ પહેલા જાેસ મણિએ એક સભામાં કહ્યુ હતુ કે, લવ જેહાદના મુદ્દે લોકોમાં શંકાઓ હોય તો તેની તપાસ થવી જરુરી છે.જાેકે મણિએ એ પછી આ નિવેદન પર પીછેહઠ કરી હતી. કારણકે તેમને લાગ્યુ હતુ કે, એલડીએફ ગઠબંધનમાં સામેલ બીજા પક્ષોને આ નિવેદન પસંદ નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!