ફતેપુરા તાલુકાના લખણપુરમાં જીવંત વીજ વાયર તૂટી પડતાં બળદનું મોત: શેરડીનું ખેતર બળીને ખાખ

૧૧ કેવીની જીવંત વીજ લાઇનનો વાયર તૂટી પડતાં ૧૨ માર્ચ ૨૧ ના રોજ ફતેપુરા એમ.જી.વી.સી.એલ.ને સરપંચના લેટર પેડ ઉપર જાણ કરી હતી,છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
બળદ મરણ જતા આશરે રૂપિયા ૧૬૦૦૦/-તથા શેરડીનું ખેતર બળી જતા રૂપિયા ૨૦ હજારનું નુકસાન પહોંચ્યું હોવાનું પોલીસમાં જાણ કરાઈ.
સુખસર,તા.૧
ફતેપુરા તાલુકામાં એમ.જી.વી.સી.એલ તંત્રનો વહીવટ દિન-પ્રતિદિન કંગાળ થતો જાય છે. તેમજ એમ.જી.વી.સી.એલના ગ્રાહકોની ફરિયાદો પ્રત્યે અઠવાડિયાઓ સુધી આંખ આડા કાન કરવામાં આવતા હોવાનું તાલુકાના કોઈ પણ ખૂણામાં જઇને જોઇએ તો નજરે પડે છે.મોટાભાગની ઈલેક્ટ્રીક ડી.પી ઓ ભંગાર હાલતમાં જોવા મળે છે. તેવી જ રીતે ફતેપુરા તાલુકાના લખણપુરમાં ગત વિસેક દિવસથી ૧૧ કે.વી ની વીજલાઇન ઉપરથી જીવંત વીજ
વાયર તૂટી પડતાં તેની ફતેપુરા તંત્રના જવાબદારોને જાણ કરવા છતાં
તંત્રની બેદરકારીથી વાયર હટાવવામાં નહીં આવતા આજરોજ આવી જ વાયર બળદ ઉપર પડતા મોત નીપજ્યું છે.જ્યારે શેરડીના ખેતરમાં આગ લાગતા ખેડૂતને હજારો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના લખાણ પુર માં રહેતા મતા ભાઈ જોતીભાઈ તાવિયાડ ખેતીવાડી તથા પશુપાલન ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે જેઓના મકાન પાસેથી ૧૧ કે.વીની વીજલાઇન પસાર થાય છે.અને આ લાઈન હટાવવા ફતેપુરા એમ.જી.વી.સી.એલ તંત્રના જવાબદારોને અનેકવાર રજુઆતો કરવા છતાં આ લાઈન હટાવવામાં આવી ન હતી.જ્યારે આ લાઈન ઉપર થી ગત ૧૧ માર્ચ ૨૦૨૧ ના રોજ જીવંત વીજ વાયર તૂટી આંબાના વૃક્ષ ઉપર પડેલ હતો.જેની ૧૨ માર્ચના રોજ લખણપુર સરપંચના લેટર પેડ ઉપર ફતેપુરા એમ.જી.વી.સી.એલ ખાતે,નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં આ બાબતને ધ્યાનમાં લેવામાં નહીં આવી હોવાનું જાણવા મળે છે.જ્યારે આજરોજ આંબાના વૃક્ષ ઉપર પડેલ વીજવાયર બળદના પગ ઉપર પડતા બળદ ને કરંટ લાગ્યો હતો.જેથી બળદ ભાગીને શેરડીના ખેતરમાં ગયો હતો.જ્યાં તૈયાર થવા આવેલા શેરડીના ખેતરમાં પણ આગ લાગી હતી.જોકે બળદનું શેરડીના ખેતરમાંજ વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું.જ્યારે શેરડીનું આખે આખું ખેતર બળી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
આમ,ફતેપુરા એમ.જી.વી.સી.એલ ની બેદરકારીથી બળદ આશરે કિંમત રૂપિયા ૧૬,૦૦૦/- તથા શેરડીના પાકમાં થયેલ નુકસાન આશરે ૨૦,૦૦૦/- મળી કુલ ૩૬૦૦૦/-હજાર રૂપિયા જેટલું નુકસાન પહોંચવા પામેલ હોવાની લેખિત ફરિયાદ મતાભાઈ તાવિયાડ દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ફોટો÷ લખણપુરમાં વીજ કરંટ ના લીધેલ મોતને ભેટેલા બળદ તથા બળી ગયેલ શેરડીનું ખેતર નજરે પડે છે.

