દેવગઢ બારીયા સબજેલમાં કાચા કામના કેદીઓને કોરોના પોઝિટિવ આવતાં અન્ય કેદી તેમજ પોલીસ કર્મીઓમા ફફડાટ
સબજેલમાં ફુલ દસ બેરેક આવેલી છે
હાલ માં સબજેલમાં ૧૦૪ કાચા કામના કેદી
રૂટીગ મેડીકલ ચેકિંગમાં ૧૬ જેટલા આરોપીઓને રેપીડ ટેસ્ટ મા કોરોના પોઝિટિવ
દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલ સબ જેલ મા રૂટિંગ મેડિકલ ચેકીંગ માં ૧૦૪ કેદીઓ માંથી ૧૬ કેદીઓને રેપિડ ટેસ્ટમાં કોરોનો પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું અન્ય કેદીઓ તેમજ જેલ ગાર્ડ ઉપર હાજર પોલીસ માં ફફડાટ
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલ સબજેલ માં દર અઠવાડિયે દરેક કેદીની રૂટિન મેડીકલ ચેક અપ કરવામાં આવે છે ત્યારે આજરોજ રૂટિગ ચેકપ પ્રમાણે સબજેલની દસ બેરક માં રહેતા ૧૦૪ કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવી હતી તે તપાસણી દરમિયાન દરેક કેદીઓની કોરોના ની પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં આ રરેપીડ ટેસ્ટમાં ૧૦૪ કેદી માંથી ૧૬ જેટલા કાચા કામના કેદી ઓ નો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવતા જે અંગેનીજાણ સ્થાનિક આરોગ્ય તંત્ર તેમજ સબ જેલના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ ને કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો ત્યારે આ સબજેલમાં કાચા કામના કેદીઓ માં કોરોના પોઝિટિવ આવતા તંત્ર સાબતુ થયું છે અને સ્થાનિક અધિકારી સહિત મેડિકલ ટીમ સબ જેલ ઉપર દોડી આવી પોઝિટિવ આવેલ કેદીઓને અલગ બે બેરેક માં રાખી સારવાર હાથ ધરવામાં આવી છે અને આ આવેલા પોઝિટિવ આવેલા કેદીઓને વધુ સારવાર અર્થે લઈ જવાની જરૂર પડે તો તે માટે પણ ઉચ્ચ સ્તરેથી મંજૂરી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે દસ દીવસ અગાઉ એક પોલીસ કર્મી ની કોરોના ના લીધે મોત થયું હોવાના કારણે પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ લી છે ત્યારેઆ જેલના ૧૬ કેદીઓ ને કૉરોનો પોઝેટીવ આવતા જેલ ગાર્ડ ઉપર ના પોલિસ કર્મી ઓ માં વધું ફફડાટ ફેલાયો છે.