દેવગઢ બારીઆના દેગાવાડા ગામે ચાર ઈસમોએ બેને ફટકારી સોના – ચાંદીના દાગીના લુંટી લીધા
દાહોદ તા.૨
દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે મહિલા સહિત ૪ જેટલા વ્યક્તિઓએ બે જણાને અંગત અદાવતે મારી તેઓએ પહેરી રાખે સોના – ચાંદીના દાગીના મળી કુલ રૃપિયા ૩૮ હજારની મતાની લૂંટ ચલાવી નાસી જતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
દેગાવાડા ગામે માળી ફળિયામાં રહેતા અર્જુનભાઈ કલસીંગભાઈ હરીજન, નટવરભાઈ હરીજન મહેન્દ્રભાઈ, નટવરભાઈ હરીજન અને જનતાબેન નટવરભાઈ હરીજન દ્વારા ગત તારીખ ૩૦મી માર્ચના રોજ ધાનપુર તાલુકાના અંદરપુરા ગામે ટેકરી ફળિયામાં રહેતા મોહનભાઈ રામસિંગભાઈ હરીજન તથા તેમની સાથેના રોહિતભાઈને ઉપરોક્ત ચારેય જણાએ અગમ્ય કારણોસર બેફામ બોલી અંગત અદાવતે મોહનભાઈ અને રોહિતભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો અને તેઓએ પહેરી રાખેલ ચાંદીનું ભોરીયું ૫૦૦ ગ્રામનું કિંમત રૂા.૨૪૦૦૦ તથા એક સોનાની વીટી કિંમત રૂા. ૧૪૦૦૦ એમ કુલ રૂા.૩૮ હજારની લૂંટ કરી નાસી જતાં આ સંબંધી લૂંટનો ભોગ બનેલ મોહનભાઈ રામસિંગભાઈ હરીજન દ્વારા દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.