પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં ૩ આતંકીઓ ઠાર


(જી.એન.એસ.)પુલવામા,તા.૨
જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં આવેલા એક ઘરમાં કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પણ આતંકીઓ પર ફાયરિંગ કર્યું. આ અથડામણમાં ૩ આતંકીઓનો ખાતમો થયો છે. એવું કહેવાય છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર એ તૈયબાનો એ આતંકી પણ સામેલ છે જેણે શ્રીનગરમાં બુરખો પહેરીને ભાજપના નેતાના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું.
આતંકીઓ પાસેથી ભારે સંખ્યામાં હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યા છે. સુરક્ષાદળોએ આતંકીઓના ઠેકાણા પણ ધ્વસ્ત કર્યા છે. પુલવામામાં આતંકીઓ છૂપાયા હોવાની ખબર મળ્યા બાદ પુલવામા અને શોપિયામાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ. હવે જાેકે હાલ અથડામણ પૂરી થઈ ગઈ છે. હાલાત સામાન્ય થતા વિસ્તારમાં જલદી ઈન્ટરનેટ સેવા બહાલ કરાશે.
આતંકીઓ કેટલાય દિવસથી ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. તેઓ કાશ્મીરના અનંતનાગ, કુલગામ અને પુલવામાં જિલ્લા સાથે જાેડાયેલા ગુજરાત હાઈવે પર પોતાનો બેસ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જ્યાં રહીને તેઓ કેટલાક અન્ય લોકોને પણ પોતાના સંગઠન સાથે જાેડવા માંગતા હતા. આતંકીઓ આ માર્ગ પર મુસાફરી કરનારા મુસાફરોને પણ નિશાન બનાવવાની ફિરાકમાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!