દાહોદ જિલ્લામાં આજે વધુ ૨૫ કોરોના દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૩૨૨૩ને પાર

દાહોદ તા.૦૩
દાહોદમાં આજે એક સાથે ૨૫ કોરોના દર્દીઓના વધુ સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૩૨૨૩ને પાર થઈ ચુક્યો છે. કોરોના સંક્રમણના આંકડા જાેતા ખાસ દાહોદ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના વધું ફેલાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે અને તેમાંય હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોય દાહોદ શહેરના બજારોમાં લોકોના અવર, જવર અને ખરીદી માટે જિલ્લાની પ્રજાની ભારે ભીડ પણ જાેવા મળી રહી છે ત્યારે બજારોમાં છડેચોક શોસીયડલ ડિસ્ટન્સનો અભાવ સહિત માસ્ક વગર લોકો પણ નજરે પડી રહ્યાં છે. આ દ્રશ્યો આવનાર સમય માટે કોરોના સ્પ્રેડ વધુ ફેલાઈ શકે તેના પણ સંકેતો વ્યક્ત કરાઈ રહ્યાં છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૦૦૬ પૈકી ૦૧ અને રેપીટ ટેસ્ટના ૧૨૬૩ પૈકી ૨૪ મળી આજે ૨૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૨૫ પૈકી દાહોદ અર્બન વિસ્તરમાંથી ૦૯ કેસોનો સમાવેશ થાય છે જ્યારે દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૬, ઝાલોદ અર્બનમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૨, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૧, લીમખેડામાંથી ૦૨ અને ફતેપુરામાંથી ૦૨ કેસ નોંધાયાં છે. વધતાં કેસોની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે જે એક રાહતના સમાચાર પણ છે. આજે એક સાથે ૧૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતાં એક્ટીવ કેસોની સંખ્યા ૧૮૪ રહેવા પામી છે બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી કુલ ૧૦૬ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યાં છે.

