કાળી મહુડી ગામે એસ.ટી.બસે ગાય,ભેસ,બળદને અડફેટમાં લેતાં એક ભેંસનું મોત
દાહોદ તા.૦૩
ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે એક એસ.ટી. બસના ચાલકે પોતાના કબજાની એસ.ટી.બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક વ્યક્તિના આંગણામાં ગાડી ઘુસાડી દઈ આંગણામાં બાંધી રાખેલ ગાય ભેસ વિગેરેને અડફેટમાં લેતાં એક ભેંસનું ઘટના સ્થળ પરજ મોત નીપજાવી જ્યારે અન્ય ગાય, પશુઓને ઈજાઓ પહોંચાડતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ગત તા.૦૨મી એપ્રિલના રોજ એક એસ.ટી.બસના ચાલકે પોતાના કબજાની એસ.ટી.બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કાળી મહુડી ગામેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન સ્ટેરીંગ પરનો ઓંચિંતો કાબુ ગુમાવી બેસતાં ગામમાં રહેતા ધુળીયાભાઈ શક્કરીયાભાઈ કટારાના ઘરના આંગણામાં એસ.ટી.બસ ઘુસાડી દેતાં ઘરના આંગણાં બાંધી રાખેલ ગાય, ભેસ વિગેરે પશુઓને અડફેટમાં લેતાં એક ભેસનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ બળદ, એક ભેંસ અને ત્રણ ગાયને ઈજાઓ પહોંચાડી હતી.
આ સંબંધે ધુળીયાભાઈ શક્કરીયાભાઈ કટારાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.