હોળી – ધૂળેટીના તહેવારોમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો દાહોદમાં સપાટો : લીમખેડા ખાતે ૭૪ હજારનાં ઠંડા પીણાના એક્સપાયર્ડ જથ્થાનો નાશ : દૂધ શીતકેન્દ્રો ખાતે દૂધના ૩૩૧ અને ૧૭ ફરસાણની દૂકાનોના ખાદ્યતેલના નમૂના તપાસાયા : વિવિધ દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના ૪૭ નમૂના લઇ લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલાયા

દાહોદ તા. ૩

જિલ્લામાં ગત હોળી-ધૂળેટીના તહેવારના દિવસો દરમ્યાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તેમજ નગરપાલિકાના ફૂડ ઓફિસરની ટીમ દ્વારા ઠેર ઠેર મોટા પાયે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં લીમખેડા ખાતેથી એકસ્પાયર્ડ થયેલા ઠંડા પીણાના રૂ. ૭૩૯૯૬ નો જથ્થો નાશ કરાયો તથા વિવિધ સ્થળેથી ખાદ્ય પદાર્થના ૪૭ નમૂનાઓ પુથ્થકરણ માટે લેવાયા છે. ઉપરાંત ફૂડ સેફટી મોબાઇલ ટેસ્ટીંગ વાન દ્વારા વિવિધ દૂધમંડળીઓમાંથી આવતા દૂધના ૩૩૧ નમૂનાઓનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. તેમજ નાસ્તા-ફરસાણની ૧૭ દુકાનો પર ખાદ્યતેલની ગુણવત્તા માપવામાં આવી હતી.
ગત ૨૪ માર્ચે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર અને ફુડ સેફટી ઓફિસરની ટીમ દ્વારા લીમખેડા મુકામે આવેલા ગાયત્રી એજન્સીના ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનમાં એક્સ્પાયર્ડ થયેલ ઠંડા પીણા જેવા કે મેન્ગોમાઝા -૬૦૦ મિલીની ૩૨ બોટલો, સ્પ્રાઇટ-૭૫૦ મિલિની ૫૨૮ બોટલો, ફેન્ટા ઓરેન્જ –૭૫૦ મિલીની ૭૨૦ બોટલો, લીમકા –૭૫૦ મિલીની ૨૪૦ બોટલો, કીન્લે સોડા ૭૫૦ મિલીની ૯૬ બોટલો, કીન્લે પેકેંજીગ ડ્રીન્કીગ વોટર બે લિટરની ૧૮૦ બોટલો, મેન્ગોમાઝા –૧૫૦ મિલીના ૨૪૦ પેકેટ નો જથ્થો જેની અંદાજિત કિંમત- ૭૩૯૯૬/- થાય છે. તેનો સ્થળ પર જ ગાયત્રી એજન્સીના માલિક જયસ્વાલ ચિરાગની હાજરીમાં નાશ કરાયો હતો અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત જિલ્લાના તથા નગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા વિવિધ સ્થળે આકસ્મિક તપાસ કરી ખાદ્યપદાર્થોના કુલ ૪૭ નમુનાઓ પ્રુથ્થકરણ માટે લેવાયા છે. જેનો રીપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. વડી કચેરી ગાંધીનગર દ્વારા મોકલવામાં આવેલ ફુડ સેફટી મોબાઇલ ટેંસ્ટીગ વાન સાથે રહીને જિલ્લાના ફુડસેફટી ઓફિસરો દ્વારા દાહોદ જિલ્લાના ખરેડી અને લીમડી ખાતે દૂધ શીતકેન્દો પર જઇને જુદીજુદી દૂધ મંડળીઓમાંથી આવતા દૂધના ૩૩૧ નમુનાઓનું સ્થળ પર જ ટેંસ્ટીગ કરવામાં આવ્યું. ઉપરાંત હાઇવે હોટલ અને દાહોદ અને લીમડી ખાતે આવેલી નાસ્તા-ફરસાણની કુલ ૧૭ દુકાનોમાં ફરસાણ માટે વપરાતા ખાદ્યતેલના ટી.પી.સી મશીન દ્વારા ગુણવત્તાની ખાતરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: