દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના મોત

દાહોદ તા.૦૪

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ સર્જાયેલ માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના અકાળે મોતને પગલે પરિવારમાં માતમ છવાયો હતો જ્યારે આ ત્રણ બનાવોમાં ચારથી વધુ જેટલા વ્યક્તિઓને શરીરે ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયાનું જાણવા મળી રહ્યું છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૩જી એપ્રિલના રોજ એક અજાણ્યા મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાનું મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા કિશનભાઈ જાેખાભાઈ ખરાડીયા (ઉ.વ.૨૧સ રહે.પાંદડી, ગરબાડા) અને સચીનભાઈ નરેશભાઈ ભાભોર (રહે.મોટી ખરજ,તા.દાહોદ) નાઓને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં કિશનભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યા સારવાર દરમ્યાન ગતરોજ કિશનભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે સચીનભાઈને ઈજાઓ થતાં તેઓ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંબંધે પાંદડી ગામે રહેતા અજીતભાઈ જાેખાભાઈ ખરાડીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દાહોદ તાલુકાના કઠલા ગામેથી પસાર થતો નેશનલ હાઈવે ઈન્દૌર – અમદાવાદ ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૨જી એપ્રિલના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ એક અજાણ્યા વ્યક્તિને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં અજાણ્યા વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડાતાં તેનુ મોત નીપજ્યું હતું. આ સંબંધે કઠલા ગામના સરપંચ બચુભાઈ ભાવજીભાઈ ડામોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ લીમખેડા તાલુકાના ધુમણી (દુ) ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૭મી માર્ચના રોજ એક પેસેન્જર ભરેલ છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને છકડો પલ્ટી ખવડાવી દેતાં રસ્તા પરથી પસાર થઈ મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા દિલેશભાઈ (રહે. ઝરોલા (દુ), તા,લીમખેડાને અડફેટમાં લીધાં હતાં. છકડાની અંદર બેઠેલ અંદર બેઠેલ પ્રવિણભાઈ, ચતુરભાઈને પણ છકડો પલ્ટી ખાઈ જતાં શરીરે ઈજાઓ પહોંચી હતી જ્યારે મોટરસાઈકલના ચાલક દિલેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતાં તેઓનું સારવાર દરમ્યાન ગતરોજ મોત નીપજતાં આ સંબંધે ઝરોલા (દુ) ગામે રહેતાં સુભાષભાઈ દલસુખભાઈ ભાભોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: