દાહોદ એલ.સી.બી.પોલીસે મોટરસાઈકલ ચોર ગેંગના એક ઈસમને ૦૩ ચોરીની મોટરસાઈકલ સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યાે

દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લામાં વધતાં મોટરસાઈકલ ચોરીના બનાવોની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલ.સી.બી.પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરતાં આજે મળેલ બાતમીના આધારે ચાકલીયા બોર્ડર પર પોલીસે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાં એક નંબર વગરની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ એક મોટરસાઈકલ ચોરની અટક કરી સઘન પુછપરછ કરતાં તેણે અને તેની ગેંગના માણસોએ અન્ય મોટરસાઈકલ ચોરી કરી હોવાની કબુલાત કરી તેણે દર્શાવેલ સ્થળ પર પોલીસે તપાસ હાથ ધરતાં વધુ ૦૩ મળી કુલ ચાર ચોરીની મોટરસાઈકલ કબજે કરી તેના સાગરીતોના ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યાં છે.

દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશના બાલવાસા તરફથી એક ઈસમ નંબર વગરની મોટરસાઈકલ લઈને પસાર થઈ રહ્યો છે જેને આધારે આજરોજ પોલીસે ચાકલીયા બોર્ડર તરફ વોચ ગોઠવી ઉભા હતાં. આ દરમ્યાન બાતમીમાં દર્શાવેલ નંબર વગરની મોટરસાઈકલ સાથે એક ઈસમ ત્યાંથી પસાર થતાં તેને પોલીસે ઉભો રાખ્યો હતો અને પુછપરછ કરતાં સંતોષકારક જવાબ પોલીસને ન મળતાં તેની સઘન પુછપરછમાં આ મોટરસાઈકલ ચોરીની હોવાનું કબુલાત કર્યું હતું. વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ ઝડપાયેલ મોટરસાઈકલ ચોરનું નામ મંજુરભાઈ દિનેશભાઈ ભુરીયા (રહે. ચરેલ, નાળ ફળિયું, તા.મેઘનગર,જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. આ ચોર તેના ગેંગના અન્ય સાગરીતો સાથે મળી મોટરસાઈકલ ચોરી કરતાં હતાં અને ચોક્કસ જગ્યાએ સંતાડી રાખી વેચવા માટે ફરતાં હતાં. પોલીસે આ ઝડપાયેલ મોટરસાઈકલ ચોરની વધુ પુછપરછમાં જણાવ્યા અનુસાર, અન્ય ૩ મોટરસાઈકલો અનાસ નદીના પટમાં જવાના રસ્તાની બાજુમાં ઝાડી જંગલમાં છુપાવી રાખેલ છે. આ જાણતા પોલીસે આ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને અન્ય ચોરીની મોટરસાઈકલો પણ કબજે કરી હતી. આ આખી ગેંગ મધ્યપ્રદેશની છે અને આ ગેંગમાં કુલ ૦૫ સભ્યો છે. ભુતકાળાં લુંટ, ધાડ તેમજ ઘરફોડ તેમજ ચોરી અને પેટ્રોલ પંચ લુંટ તેમજ એસ.આર.પી. જવાનની એસ.એલ.આર. બંદુકની ચોરી જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં જિલ્લા તેમજ આંત જિલ્લાના ગુનાઓમાં પકડાઈ ચુકેલ છે જેઓ જામીન પર મુક્ત થયા બાદ ફરીથી એકત્રિત થઈ વાહન ચોરીના ગુન્હાઓને અંજામ આપતાં હતાં. આ ઝડપાયેલ મોટરસાઈકલ ચોર ચોરીના વાહનો વેચવા માટે ગ્રાહકો શોધવાની સક્રિય ભુમીકા ભજવે છે. આમ, દાહોદ એલ.સી.બી.પોલીસે ઉપરોક્ત મોટરસાઈકલ ચોરને ચાર ચોરીની મોટરસાઈકલો સાથે ઝડપી પાડી કુલ રૂા.૧,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો. કબજે કરવામાં આવેલ ચોરીની આ ચાર મોટરસાઈકલોની ફરિયાદ પંચમહાલ, ઝાલોદ અને લીમખેડા મુકામે નોંધાઈ હોવાનું પણ જાણવા મળે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: