દાહોદના કાળી તળાઈ ગામે શોર્ટ સર્કિટમાં ચાર મુંગા પશુઓ બળીને ખાખ

દાહોદ તા.૦૭
દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે એમ.જી.વી.સી.એલ.ની ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં બાજુમાં આવેલ એક ઘરના આંગણે પશુઓ માટે બનાવવામાં આવેલ માળામાં આગ લાગતાં ચાર મુંગા પશુઓ જેમાં ભેંસ,બળદ આ આગની લપેટમાં આવી જતાં ચાર મુંગા પશુઓ બળીને મોતને ભેટ્યાં હતાં ત્યારે અન્ય પશુઓને પણ આગ લાગતાં ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
કાળી તળાઈ ગામે હોળી ફળિયામાં ગતરોજ એક એમ.જી.વી.એલ.ની ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગે વિકરાળ રૂપ ધારણ કરતાં નજીકમાં આવેલ એક મકાનના આંગણામાં પશુઓ માટે બાંધી રાખેલ માળામાં આગ પહોંચી હતી અને જાેતજાેતમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતાં માળામાં બાંધી રાખેલ કેટલાંક પશુઓ આ આગની લપેટમાં આવ્યાં હતાં જેમાં ભેંસ અને બળદ મળી કુલ ચાર પશુઓ આગની લપેટમાં આવી જતાં મોતને ભેંટ્યાં હતાં જ્યારે અન્ય પશુઓને ઈજાઓ થઈ હતી. પશુઓ માટે બાંધી રાખવામાં આવેલ આ માળા ેઆગની લપેટમાં આવી જતાં સંપુર્ણ બળી જવા પામ્યો હતો. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક દોડી આવ્યાં હતાં અને પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની લપેટમાં અન્ય પશુઓ ન આવી જાય તે માટે લોકો દ્વારા અન્ય પશુઓને આગથી બચાવી લઈ સહિ સલામત અન્ય સ્થળે ખસેડ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!