પાલિકા તંત્ર દ્વારા શહેરની દુકાનોમાં ધામા : સ્વચ્છતાના અભાવે વેપારીઓને સ્થળ પરજ દંડ ફટકાર્યાે
દાહોદ તા.૦૭
દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણના વધતાં કેસોને પગલે દાહોદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવી છે અને પાલિકા હદ વિસ્તારમાં આવેલ વેપારીઓની દુકાને આજે ધામા નાંખ્યા હતાં જ્યારે ઘણા વેપારીઓ દ્વારા દુકાનમાં સાફ સફાઈના અભાવે અને સ્વચ્છતા ન જાળવતાં તેમજ દુકાનની આસપાસ કચરો જાેવાતાં અને ઘણી દુકાનોમાં શોસીયડ ડિસ્ટન્સનો અભાવ જાેવાતાં પાલિકા સત્તાધિશો દ્વારા આવા વેપારીઓ સામે લાલ આંખ કરી સ્થળ પરજ પાવતી ફાડી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
દાહોદ શહેરી વિસ્તારમાં રોજેરોજ બજારોમાં ભારે ભીડભાડ જાેવા મળી રહી છે અને તેમાંય હાલ લગ્નસરાની સીઝન હોઈ ખાસ કરીને દાહોદ શહેરના બજારોમાં ખરીદી માટે તેમજ અવર જવરની ખાસ્સી ભીડભાડ જાેવા મળી રહી છે. બજારોમાં સોશીયલ ડિસ્ટન્સનો અભાવ, માસ્ક વગર ફરતાં લોકો પણ જાેવા મળી રહ્યાં છે અને તેમાંય કોરોનાના વધતાં સંક્રમણને પગલે એક્શનમાં આવેલ પાલિકા તંત્ર દ્વારા આજરોજ શહેરના વેપારીઓને દુકાન સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી હતી જેમાં દુકાનની આગળ કચરો, સ્વચ્છતાનો અભવા તેમજ દુકાનમાં શોસીયડલ ડિસ્ટન્સ તેમજ કોરોના ગાઈડ લાઈનના નિયમોનો ભંગ થતો હોવાનું જણાતાં પાલિકાના સત્તાધિશો દ્વારા આવા વેપારીઓ કડક કાર્યવાહી હાથ ધરી સ્થળ પર જ ૫૦૦ રૂપીયાના દંડની વસુલાત કરી હતી. દંડ વસુલાત સાથે ઘણા વેપારીઓમાં નારાજગી સાથે રોષ પણ જાેવા મળ્યો હતો અને ઘણી જગ્યાએ વેપારીઓ અને નગરપાલિકાના સત્તાધિશો વચ્ચે તું.. તું… મેં.. મે..ના દ્રશ્યો પણ જાેવા મળ્યાં હતાં.