દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન બોલેરો ગાડીમાંથી પોલીસે પ્રોહી જથ્થા સાથે બે ઈસમોની અટક કરી
દાહોદ તા.૧૪
દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક બોલેરો ગાડીમાંથી પોલીસે કુલ રૂ.૨૮,૮૦૦ ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ગાડી જપ્ત કરી બે ઈસમોની અટક કર્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે ગતરોજ પોલીસે કાળીતળાઈ ગામે નાકાબંધી કરી આવતા જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે ત્યાંથી એક શંકાસ્પદ ફોર વ્હીલર બોલેરો ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી ઉભી રખાવી સદર ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૩૮૪ જેની કુલ કિંમત રૂ.૨૮,૮૦૦ ના પ્રોહી જથ્થા સાથે ગાડી જપ્ત કરી ગાડીમાં બેઠેલ અતુલસીંગ અવધેશસીંગ સીંગ(રહે.વડોદરા) અને ઈમ્તીયાઝભાઈ કમરૂદ્દીન સૈયદ(રહે.વડોદરા) એમ બંન્નેની અટક કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
————————————————