ઝાલોદના ડુંગરી ગામે એક દંપતિની લાશ ઝાડ પર લટકતી મળતાં ચકચાર મચી

દાહોદ તા.૦૭

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામની ચકચાર ઘટના સામે આવી છે જ્યાં ગામમાં અલગ અલગ ઝાડ ઉપર પતિ - પત્નિની લાશ લટકતી જાેવા મળતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને બંન્નેના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ પોલીસ હાથ ધરી રહી છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે પતિ પત્નિની લાશ ઝાડ પર લટકતી જાેવા મળી છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે, પતિની લાશ અન્ય ઝાડ પર અને પત્નિની લાશ બીજા અન્ય ઝાડ પરથી લટકતી મળી હતી.  પરિવારજનો પાસેથી જાણવા મળ્યા અનુસાર, આ દંપતિ ઘરેથી દેવળે જવાનું કહી નીકળ્યાં હતાં. ઘટનાને પગલે ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યાં હતાં જ્યારે પરિવારમાં આક્રંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈ પરિસ્થિતીનું નિરીક્ષણ કરી દંપતિના મૃતદેહની ઝાડ પરથી નીચે ઉતારી પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી રહી છે. આ દંપતિના મોતને પગલે ગ્રામજનોમાં અનેક તર્ક વિતર્કો વહેતા થવા માંડ્યાં છે બીજી તરફ આ દંપતિ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હશે કે પછી કોઈકે તેઓની હત્યા કરી લાશને લટકાવી દેવામાં આવી હશે? જેવા અનેક સવાલો ગ્રામજનોમાં ઉદ્‌?ભવવા પામ્યાં છે ત્યારે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!