Post Views:
499
દાહોદ તા.૦૮
ઝાલોદ તાલુકાના ભાવપુરા ગામે એક ગમખ્વાર માર્ગ અકસ્મતા સર્જાવા પામ્યો છે જેમાં એક નંબર વગરના ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાના ટ્રેક્ટરમાં લોખંડના સળીયા ભરી કોઈ નિશાની રાખ્યા વગર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થતાં ઓચિંતી બ્રેક મારતાં પાછળ આવી રહેલ એક મોટરસાઈકલના ચાલક આ લોખંડના સળીયા ભરેલ ટ્રેક્ટરની પાછળ અથડાતાં સળીયા છાતીના ભાગે ઘુસી ગયાં હતાં અને ગંભીર ઈજાઓને પગલે લોહીથી લથબથ હાલતમાં મોટરસાઈકલ ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજતાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
ગત તા.૦૬ એપ્રિલના રોજ એક નંબર વગરના ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાના ટ્રેક્ટરમાં લોખંડના સળીયા ઠસોઠસ ભરી લોખંડના સળીયા પર કોઈ નીશાની રાખ્યા વગર પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાના કબજાનું ટ્રેક્ટર હંકારી લઈ ભાવપુરા ગામેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ટ્રેક્ટરની પાછળ જગાભાઈ વાઘજીભાઈ વસૈયા (રહે. હાંડી, તા.ગાંગડતળાઈ, જિ.બાંસવાડા, રાજસ્થાન) આવતાં હતાં. આ દરમ્યાન ટ્રેક્ટરના ચાલકે ઓચિંતી બ્રેક મારતાં જગાભાઈ વાઘજીભાઈ વસૈયા ટ્રેક્ટરની પાછળ ટ્રોલીમાં ભરી રાખેલ લોખંડના સળીયામાં ઘુસી જતાં તેઓને છાતીના ભાગે લોખંડના સળીયા ખુપી ગયાં હતા અને ગંભીર ઈજાઓને પગલે પગલે તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
આ સંબંધે રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં હાંડી ગામે રહેતા નગાભાઈ વાઘજીભાઈ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.