અમેરિકા બાદ ભારત બીજાે દેશ, જ્યાં એકસાથે આટલી મોટી સંખ્યામાં દર્દી વધી રહ્યા છે : દેશમાં કોરોનાની સુનામીઃ૨૪ કલાકમાં ૧.૩૧ લાખ નવા કેસ, ૭૮૦ના મોત

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.૯
કોરોના મહામારી નું વિકરાળ સ્વરૂપ સમગ્ર દેશમાં કહેર વર્તાવી રહ્યું છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છેછેલ્લા ૨૪ કલાકમાં ૧.૩૧ લાખ નવા કેસ નોંધાયા છે અને ૮૦૦થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે ૬૦,૦૦૦થી વધારે લોકો સાજા થઈ ગયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૦ લાખ તરફ આગળ વધી રહી છે અને હાલ તે આંકડો ૯.૭૪ લાખ જેટલો છે.
દેશમાં સતત કરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં સતત કોરોના વાયરસના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના ૫૬,૨૮૬ નવા કેસ નોંધાયા છે. તો આજે મહારાષ્ટ્ર ૩૭૬ લોકોના મોત થયા છે. માત્ર મુંબઇની અંદર કોરોનાના ૮,૯૩૮ કેસ સામે આવ્યા છે અને ૨૩ લોકોના મોત થયા છે.
આ સિવાય દિલ્હીમાં પણ સ્થિત વણસી છે. ૭૫૦૦ કેસ નવા દિલ્હીમાં આવ્યા છે, જેણે છેલ્લાં છ મહિનાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૩૨ લાખ ૨૯ હજાર ૫૪૭ કોરોના કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે થયેલા કુલ મૃત્યુઆંકની વાત કરીએ તો તે ૫૭,૦૨૮ પર પહોંચ્યો છે. ગઇ કાલે એટલે કે બુધવારે ૫૯ હજાર ૯૦૭ કોરોના કેસ સામે આવ્યા હતા. જ્યારે સોમવારે ૪૭ હજાર ૨૮૮ લોકોને કોરોના કેસ સામે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એકતરફ મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં બમ્પર વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ રાજ્યમાં રસી મુદ્દે રાજકારણ ગરમાયું છએ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર તમને પુરતી કોરોના રસી આપતી નથી.
કોરોના મહામારીના વધતા પ્રકોપની વચ્ચે ગુરૂવારના રોજ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. પીએમ મોકીએ સંકેત આપ્યા કે દેશવ્યાપી લોકડાઉન થશે નહીં. જાે કે જે રાજ્ય નાઇટ કફ્ર્યુ લાગી રહ્યું છે તે યોગ્ય સાબિત થઇ શકે છે. પીએમ મોદીએ અપીલ કરી છે કે તેને કોરોના કફ્ર્યુ કહો. સાથો સાથ પીએમ મોદીએ ટેસ્ટિંગ વધારવાનું કહ્યું છે જેમાં ઇં-ઁઝ્રઇ ટેસ્ટિંગની સંખ્યા ૭૦ ટકા સુધી રાખવાની વાત કહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: