દાહોદમાં વધુ ૩૮ કોરોના દર્દીનો સમાવેશ

દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લામાં આજે વધુ ૩૮ કેસો કોરોના પોઝીટીવ કેસ નોંધાયાં છે બીજી તરફ આજે કોરોનાથી એક પણ મૃત્યુનો આંકડો ન દર્શાવાતાં આશ્ચર્ય ફેલાયું છે કારણ કે, જાણવા મળ્યા અનુસાર, દાહોદના સ્માશાનમાં કોરોના દર્દીઓના મોતના અંતિમ સંસ્કારના દ્રશ્યો પણ જાેવા મળ્યા હતાં અને લગભગ દશેક જેટલા કોરોના દર્દીઓના કોરોના ગાઈડ લાઈન મુજબ અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યાં હતાં.અત્રે ઉલ્ખેખનીય છે કે, દાહોદ નજીક કતવારા ગામમાં કોરોનાના કેસોના કેસોનું પ્રમાણ વધતાં શની અને રવિ એમ બે દિવસનું લોકડાઉન પાળ્યું છે અને તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધાઓ બંધ રાખ્યા હતા.
આર.ટી.પી.સી.આર.ના ૧૩૭૭ પૈકી ૧૩ અને રેપીટ ટેસ્ટના ૨૧૭૬ પૈકી ૨૫ મળી આજે ૩૮ કોરોના કેસો દાહોદ જિલ્લામાં નોંધાયાં છે. આ ૩૮ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૨, દાહોદ ગ્રામ્યમાંથી ૧૩, ઝાલોદ અર્બનમાંથી ૦૩, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૪, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૨, લીમખેડમાંથી ૦૧, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૦૧, ધાનપુરમાંથી ૦૧, ફતેપુરામાંથી ૦૫ અને સંજેલીમાંથી ૦૩ એમ આજે દાહોદ જિલ્લાનો એક પણ તાલુકો કોરોના સંક્રમણથી બાકાત રહ્યો નથી. આજે વધુ ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતાં એક્ટીવ કેસની સંખ્યા પણ વધીને ૨૬૭ ને પાર કરી ચુકી છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના દર્દીઓના મોત પણ થઈ રહ્યાં છે જે નજરો સમક્ષ જાેઈ શકાય તેમ છે કારણ કે, દાહોદ શહેરના સ્મશાન ગૃહમાં કોરોના ગાઈડલાઈન સાથે તેમજ સરકારી એમ્બ્યુલંશમાં મૃતકોને પહોંચવામાં આવી રહ્યાં છે તેમજ સંપુર્ણ તકેદારી સાથે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવી રહ્યાં છે ત્યારે આજે કોરોનાથી મૃતકનો એક પણ આંકડો ન દર્શાવાતાં શહેરીજનોમાં આશ્ચર્ય ફેલાયું છે. બીજી તરફ કોરોના સંક્રમણ શહેરી વિસ્તારમાં ઓછો જાેવા મળી રહ્યો છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના પગ પેસારો કરી ચુક્યો છે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય જેને પગલે દાહોદ નજીક આવેલ કતવારા ગામમાં કોરોનાના કેસ વધતાં સ્થાનીકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું જેથી ગ્રામ પંચાયત અને વેપારીઓએ શનીવારે અને રવિવારે એમ બે દિવસ સંપુર્ણ લોકડાઉન પાળવાનો નિર્ણય કરતાં આજે કતવારામાં નાની મોટી તમામ દુકાનો બંધ રહી હતી.
