ઝાલોદ તથા દેવગઢ બારીઆ તાલુકામાંથી ત્રણ જુદી જુદી જગ્યાએથી ત્રણ મોટરસાઈકલ ચોરી
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના ઝાલોદ તથા દેવગઢ બારીઆ તાલુકામાંથી ત્રણ જુદી જુદી જગ્યાએથી ત્રણ મોટરસાઈકલ ચોરીના બનાવના પગલે મોટરસાઈકલ ચોરોનો આતંક વધવા પામ્યો છે અને આ સંબંધે જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ ઝાલોદ નગરના એસ.ટી.ડેપો પાછળ બનવા પામ્યો હતો જેમાં એસ.ટી.ડેપો પાછળ સાંઈ સર્જન સોસાયટીમાં રહેતા મુકેશભાઈ દલસુખભાઈ બામણીયાએ પોતાની મોટરસાઈકલ તા.૧૩.૧૨.૨૦૧૮ના રોજ પોતાની મોટરસાઈકલ લોક મારી પોતાના ઘરના આંગણે પાર્ક કરી હતી તે મોટરસાઈકલનુ લોક તોડી કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ જતા આ સંબંધે મુકેશભાઈ દલસુખભાઈ બામણીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજા બનાવ પણ ઝાલોદ નગરમાં બનવા પામ્યો હતો જેમાં ઝાલોદ નગરમાં નારાયણ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ દલસીંહભાઈ બામણીયાની મોટરસાઈકલ તેઓએ ગત તા.૮.૧૨.૨૦૧૮ ના રોજ પુરૂષોત્તમ સોસાયટી મુવાડા પ્રાથમીક શાળાની પાછળ લોક માર્ક પાર્ક કરી કોઈ કામ અર્થે ગયા હતા આ મોટરસાઈકલને ચોર ઈસમે લોક તોડી ચોરી કરી લઈ જતા આ સંબંધે રાજેશભાઈ દલસીંગભાઈ બામણીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવ દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે મોહમંદી મસ્જીદ કમ્પાઉન્ડમાં બનવા પામ્યો હતો જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં રેલ્વે સ્ટેશન સામે રહેતા તાહીર મોહમંદ હનીફ મલા કોઈ કામ અર્થે પીપલોદ આવ્યા હતા અને તેઓ પોતાની મોટરસાઈકલ પીપલોદ ગામે મોહમંદી મસ્જીદ કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી આ મોટરસાઈકલ કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જતા આ સંબંધે તાહીર મોહમંદ હનીફ મલા એ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.