દાહોદમાં માલગાડીની અડફેટે મહિલાનું મોત

દાહોદ તા.12

દાહોદ શહેરના પરેલમાં આવેલા ફાટક પાસે આજરોજ સવારના સમયે એક પરણિત મહિલા ત્યાંથી પસાર થઇ રહેલી માલગાડીના ના અડફેટે આવી જતા મહિલાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.

વધુ મળતી માહિતી અનુસાર ઝાલોદ ખાતેની રહેવાસી અને આરપીએફ જવાનની પત્ની કાંતાબેન વસૈયા તેમના પુત્રને મળવા દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ રેલ્વે કોલોની આવી હતી.અને વહેલી સવારે રેલ્વે હોસ્પિટલ કામ અર્થે નીકળ્યા હતા.ત્યારે સી.સાઇટમાં સ્થિત રેલ્વે ફાટક ક્રોસ કરતા કરતા હતા.તેં સમયે અચાનક જ ગુડ્સ ટ્રેન આવી જતા મહિલા ગુડ્સ ટ્રેનની અડફેડમાં આવતા મહિલાનું ઘટના સ્થળપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.ઉપરોક્ત ઘટનાની જાણ રેલ્વે RPF અને રેલ્વે રાજકીય પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી પંચનામો કરી મૃતદેહને દાહોદના સરકારી દવાખાનામાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મૃતક મહિલાના પરિવારને ઘટનાની જાણ થતાં પરિવાર માં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ નજરે જોનાર રેલવે ફાટક પર ઉપસ્થિત રેલ કર્મીઓના જણાવ્યા અનુસાર આ મહિલા રેલવે લાઇન ક્રોસ કરી રહી હતી.તે સમયે સામેથી ગુડ્ઝ ટ્રેન પૂરપાટ આવી રહી હતી. ત્યારે અમોએ આ મહિલાને ટ્રેન આવતી હોવાની ટકોર કરી હતી. પરંતુ તેમણે કશું સાંભળ્યા વગર રેલવે લાઇન ક્રોસ કરવા જતા સામેથી પુરપાટ આવતી ટ્રેનની અડફેટે આવી હતી. ત્યારે ખરેખર આ મહિલા અકસ્માતે પડી હોય ટ્રેનની અડફેટે આવી હતી કે તેણે કોઈ કારણોસર ટ્રેન નીચે પડતું મૂક્યું? તે ખરેખર તપાસનો વિષય બની જવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: