દાહોદ તાલુકાના વરમખેડા ગામે જમીનના પૈસાની લેતી દેતી મામલે બે ઈસમો એકદમ ઉશ્કેરાઈ જઈ એકને તીરકામઠાનું તીર મારી પગના ભાગે ઈજા પહોંચાડી
દાહોદ તા.૧૬
દાહોદ તાલુકાના વરમખેડા ગામે જમીનના પૈસાની લેતી દેતી મામલે બે ઈસમો એકદમ ઉશ્કેરાઈ જઈ એકને તીરકામઠાનું તીર મારી પગના ભાગે ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના વરમખેડા ગામે રહેતા ધારૂભાઈ મડીયાભાઈ પરમાર અને રામસીંગભાઈ ધારૂભાઈ પરમારે ગત તા.૧૩.૧૨.૨૦૧૮ ના રોજ પોતાના જ ગામમાં રહેતા વિનુભાઈ ગોકુલભાઈ પરમારના ઘરે આવી બેફામ ગાળો બોલવા લાગ્યા હતા અને કહેલ કે, તમે નરસુભાઈ પીદીયાભાઈમાવી પાસેથી જમીનના પૈસા લાવેલ છો અને તમારી પાસે પૈસા વધારે છે તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ધારૂભાઈ મડીયાભાઈ પરમારે પોતાના હાથમાના તીરકામઠામાંથી તીર છોડી કીરણભાઈને મારતા કિરણભાઈને જમણા પગે ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતા આ સંબંધે વિનુભાઈ ગોકુલભાઈ પરમારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.