લીમખેડાના ડાભડા ગામે અજાણ્યા ઈસમે એકને માથાના ભાગે બોથડ હથિયાર મારતાં મોત
દાહોદ તા.૧૪
લીમખેડા તાલુકાના દાભડા ગામે કોઈ અજાણ્યા ઈસમે એક વ્યક્તિને માથાના ભાગે કોઈક બોથડ હથિયાર વડે માર મારતાં મોત નીપજાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
દાભડા ગામે નિશાળ ફળિયામાં રહેતા ૩૭ વર્ષીય અર્જુભાઈ રામસીંગભાઈ બીલવાળને કોઈ અજાણ્યા ઈસમે અંગત અદાવતે અર્જુનભાઈને માથાના ભાગે કોઈ બોથડ હથિયાર વડે માર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી જતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સંબંધે મૃતક અર્જુનભાઈના ભાઈ શૈલેષભાઈ રામસીંગભાઈ બીલવાળે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.