દાહોદ જિલ્લા પંચાયતના ડીએલઈ કિસાન યોજના કોૈભાંડમા બે યુવકોની ધરપકડ કરાઈ

દાહોદ, તા.૧પ
દાહોદ જિલ્લામા પણ ખેડૂત ખાતેદારોએ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ લેવા માટે પોર્ટલ ઉપર નામ ચઢાવ્યા હતા. ત્યારે યોજનામાં કોૈભાંડ કરનારા પણ ઉભા થઈ જતા દાહોદ જિલ્લાના જુદા જુદા તાલુકામા પોર્ટલ ઉપર ચઢાવેલી અરજીઓની ચકાસણી શરૂ કરી હતી. ૩પ૪૩૬ અરજીઓની ચકાસણી કરતા આશ્ચર્યજનક રીતે ૩ર૭૧૭ ખાતેદારો ખોટાનું સામે આવ્યુ હતુ. માત્ર ર૭૧૯ ખેડૂત જ સાચા નિકળ્યા હતા.
પોર્ટલ પર ખોટુ નામ ચઢાવનારા ૧૧૯૧ લોકો તો એવા હતા જેમને સહાય પેટે ર૩.૮ર લાખ ચુકવાયા હતા. સરકાર પાસેથી ખોટી રીતે નાણા મેળવવા ખોટા દસ્તાવેજાે ઉભા કરતા છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાઈ હતી. તપાસ દાહોદના સીપીઆઈ એસ પી કરેનને સોંપી હતી.
તપાસ દરમ્યાન જિલ્લાના કુલ ૧૭૩૭૦ ફોર્મની યાદીને જુદી તારવીને ખોટા ખેડૂત ખાતેદારોના નામ પોર્ટલની કઈ આડીથી એપ્રુવ થયા છે તે જાણ્યુ હતુ. ડેટા એનાલીસીસમા બોરીદાના માઈકલ પીટર તાવીયાડનું નામ સામે આવ્યુ હતુ. પુછપરછ કરતા તેઓને બે આઈડી હડમતના અને જિ.પં.મા ડીએલઈ તરીકે ફરજ બજાવતા મયુરકુમાર નારસીંગ ડામોરે બનાવ્યુ હતુ. આ બે આઈડીથી ૪૭૦૦ લોકો જે ખેડૂત ખાતેદાર ન હતા ખોટા ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યુ હતુ. તેણે બે આઈડીમાંથી ૭૭ ખોટી આઈડી બનાવવા સાથે ૩ માસ્ટર આઈડી બનાવી હતી તે આઈડીને ડિસ્ટ્રીક્ટ લેવલના રોલ આપ્યા હતા. આ આઈડી મેળવનાર પ૧ના નામ પોલીસને મળ્યા છે.
મયુરે ખેતીવાડી અધિકારીની આઈડીનો ઉપયોગ કરીને ૯૯૯૦ ખેડૂત ખાતેદાર ન હોય તેવા ફોર્મ એપ્રુવ કર્યા હતા. મયુર અને માઈકલ પાસેથી ત્રણ ફોન પણ જપ્ત કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!