દાહોદ તાલુકાના દેલસર ગામે ચાકલીયા રોડ પર દાહોદના એક ઈસમે અન્યની જમીનનુ ખોટુ કુલમુખત્યારનામુ કરી અન્યને જમીન વેચી મારી
દાહોદ તા.૧પ
દાહોદ તાલુકાના દેલસર ગામે ચાકલીયા રોડ પર આવેલ એક ઈસમની જમીન પૈકીની ત્રણ ગુંઠા જમીન તે ઈસમના નામનુ ખોટુ કુલમુખત્યાર નામુ બનાવનારે પોતાના છોકરાને વેંચી દીધાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ સૈફી મહોલ્લામાં રહેતા હુસેની તાહેરભાઈ બોરકીએ દાહોદ ગોધરા રોડ, સુજાઈબાગમાં રહેતા કુતુબભાઈ નુરૂદ્દીનભાઈ બેખુશીવાલાની દેલસર ગામે ચાકલીયા રોડ પર આવેલ રેવન્યુ સર્વે નંબર ૯પ૬/ર પૈકી વચ્ચેની ત્રણ ગુંઠા જમીનનુ તા.૧૮.ર.ર૦૦૯ પહેલા કુતુબભાઈ નરૂદ્દીનભાઈ બેખુશીવાલાના નામનુ ખોટુ કુલમુખત્યારનામુ બનાવી તેમાં ખોટી સહીઓ કરી સદન જમીન હુસેનીભાઈ તાહેરભાઈ બોરકીએ તેના છોકરા મહોંમદભાઈ હુસેનીભાઈ બોરકીને વેંચી દઈ ખોટા કુલમુખત્યાર નામનો ખરા તરીકે ઉપયોગ કરી વિશ્વાસઘાત કર્યો હતો.
આ સંબંધે દાહોદ ગોધરા રોડ સુજાઈ બાગમાં રહેતા કુતુબભાઈ નુરૂદીનભાઈ બેખુશીવાલાએ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

