દાહોદ અને ગરબાડાના બે વેપારીઓ દ્વારા મિસ બ્રાન્ડેડ વસ્તુઓનું વેચાણ કરતાં આ મામલે અધિક કલેક્ટર,દાહોદ દ્વારા દંડનીય કાર્યવાહી કરતાં પંથકમાં ચકચાર

દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના દાહોદ નગરમાં તેમજ ગરબાડા તાલુકામાં બે અલગ – અલગ વેપારીઓ વેપારીઓને ત્યાં દાહોદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાને પગલે વેપારીને ત્યાંથી જેમાં એક વેપારીને ત્યાંથી કાળામરી તેમજ બીજા એક વેપારીને ત્યાંથી પિસ્તા નાન ખટાઇ ના ફૂડ પેકેટો મિસ બ્રાન્ડ હોવાનું તેમજ નુકસાન જણાતા નિવાસી અધિક કલેકટર દાહોદ દ્વારા આ બંને વેપારીઓને કુલ રૂપિયા ૪૭ હજાર નો દંડ ફટકારતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રથમ કેસમાં રેલ્વે સ્ટેશન રોડ દાહોદ ખાતે આવેલ શંકરલાલ ગોપાલદાસ લખવાણી દુકાનમાં ગત તારીખ ૪.૧૧.૨૦૨૦ ના રોજ તેઓની દુકાનમાં વેચાતું પિસ્તા નાન ખટાઇનો નમુનો પૃથ્થકરણ માટે રાજકોટ ખાતે મોકલી આપ્યો હતો જે રિપોર્ટનો અહેવાલ તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ આવતા અને તેમાં આ પિસ્તા નાનખટાઈ મિસ બ્રાન્ડેડ ર્કર્ઙ્ઘ જાહેર થતા દાહોદ અધિક કલેકટર દ્વારા આ વેપારીને રૂપિયા ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
બીજા કેસમાં સ્ટેશન રોડ ગરબાડા ખાતે ઈબ્રાહીમ ફકરૂદ્દીન કાપડીયાની દુકાનમાં ગત તારીખ ૦૯.૧૦.૨૦૨૦ ના રોજ દાહોદ નગરપાલિકા ની ર્કર્ઙ્ઘ જટ્ઠકીંઅ વિભાગની ટીમે કાળા મરીના નમુનાને ભુજ ર્કર્ઙ્ઘ એનાલિસ્ટ ખાતે મોકલી આપ્યો હતો અને આનો રીપોર્ટ તારીખ ૧૪.૧૨.૨૦૨૦ના રોજ આવ્યો હતો જેમાં આ નમૂનો સબ બ્રાન્ડેડ તેમજ નુકસાનકારક જણાતા નિવાસી અધિક કલેકટર દાહોદ દ્વારા ઉપરોક્ત કરીને ૨૨ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: