દેવગઢ બારીઆ નગરમાં આવેલ સરકારી હોસ્પિટલના દવાના સ્ટોર રૂમમાં આકસ્મિક આગ લાગી

દાહોદ તા.૧૫

દેવગઢ બારીઆની સીવીલ હોસ્પિટલમાં દવાના સ્ટોર્સ રૂમમાં આકસ્મિક આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. લાગેલ આગને પગલે સ્ટોરમાં મુકવામાં આવેલ દવાઓ બળી જવા પામી હતી ત્યારે હાલની કોરોના મહામારીના સમયે આ આગની ઘટના બનતાં નગરજનોમાં અનેક તર્ક વિતર્કાે વહેતાં થયાં છે.

હાલ એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ દર્દીઓ એક દવાખાનેથી બીજા દવાખાને સારવાર માટે ધરમના ધક્કા ખાઈ રહી છે. હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ સિવાય અન્ય દર્દીઓનો પણ રાફડો ફાટી રહ્યો છે. બેડની વ્યવસ્થા નથી તો ઘણા દર્દીઓને સારવાર સમયસર ન મળતાં મોતને પણ ભેટી રહ્યાં હોવાની છડેચોક બુમો ઉઠવા પામી છે તેમાંય દવાઓની દર્દીઓને ખાસ જરૂર પડી રહી છે. આવા સમયે દેવગઢ બારીઆ નગરમાં આવેલ સીવીલ હોસ્પિટલના દવાના એક સ્ટોર રૂમમાં બારીના ભાગે આજરોજ આકસ્મિત આગ લાગતાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં. લાગેલ આગને પગલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ પરિવારજનોના જીવ પણ તાળવે ચોંટી ગયાં હતાં તો તાત્કાલિક દવાખાનામાં ફરજ બજાવતાં કર્મચારીઓ દ્વારા સૌ પ્રથમ હોસ્પિટલમાં મુકવામાં આવેલ ફાયર સેફ્ટીની મદદથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યાે હતો અને થોડીવારમાં પાલિકાની ફાયર ફાઈટરના પાણીના બંબા પણ આવી પહોંચતાં આ દવાકાના સ્ટોર રૂમમાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં અડધી દવાઓ બળી જવા પામી હતી ત્યારે પાણીનો મારો ચલાવતાં પાણીમાં પલળી જવાથી ઘણી દવાઓ બગડી ગઈ હતીં. આમ, આજની આ ઘટનાને પગલે અનેક નગરજનોમાં અનેક તર્ક વિતર્કાે પણ વહેતાં થવા પામ્યાં છે ત્યારે આગનું સાચુ કારણ હાલ જાણી શકાયું નથી ત્યારે આ મામલે તપાસ હાથ ધરવામાં આવે તે અત્યંત આવશ્યક બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!