લીમખેડા તાલુકાના પોલીસીમળ ગામે એક મારૂતી કારના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા અચાનક ગાડીનુ ટાયર ફાટતા
દાહોદ તા.૧૬
લીમખેડા તાલુકાના પોલીસીમળ ગામે એક મારૂતી કારના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા અચાનક ગાડીનુ ટાયર ફાટતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને અંદર બેઠેલ બે વ્યÂક્તઓને શરીરે,હાથે,પગે ઈજાઓ થયાનું જાણવા મળે છે.
મધ્યપ્રદેશમાં રહેતા હરીષભાઈ વાસુદેવ રૂપેલા ગત તા.૧૩.૧૨.૨૦૧૮ ના રોજ પોતાના કબજાની મારૂતી કાર લઈ લીમખેડા તાલુકાના પોલીસીમળ ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક મારૂતી કારનુ ટાયર ફાટતા મારૂતી કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને અંદર બેઠેલ દિલીપભાઈ નંદલાલ વાસવાની અને રાજેશભાઈ લાલચંદ તલરેજાને શરીરે,હાથે,પગે ઈજાઓ પહોંચતા આ સંબંધે મધ્યપ્રદેશમાં ઈન્દૌર મુકામે રહેતા કનૈયાલાલ શતરામદાસ મુલચંદાનીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.