ઝાલોદના ખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં અફરા તફરીનો માહોલ : હજ્જાનું નુકસાન

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડા ગામે આજરોજ એક ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિત આગ ફાટી નીકળતાં આસપાસના લોકોમાં ફફડાટ સાથે દોડધામના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. જાણવા મળ્યા અનુસાર, આ ફડાટકડાનું ગોડાઉન અને તેજ સ્થળે રહેણાંક મકાન પર હતું જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. સદ્‌નસીબેન આ આગમાં કોઈ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

દાહોદ જિલ્લામાં કોઈને કોઈ પ્રકારને હાલ આગના આકસ્મિક બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક આગના બનાવને પગલે ગામમાં અફરા તરફીનો માહોલ સર્જાઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે ઝાલોદ તાલુકાના લીમડી નજીક આવેલ ખેડા ગામમાં એક ફટાકડાની દુકાનમાં આકસ્મિત આગ ફાટી નીકળી હતી અને જાેતજાેતમાં ગોડાઉનમાં મુકી રાખેલ ફટાકડાં ધડાધડ ફુટવા લાગ્યાં હતાં અને જેને પગલે આગે વિકરાળ રૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટાળ આકાશમાં જાેવા મળ્યાં હતાં. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જાેવાતાં તેમજ ફટાકડાના અવાજને પગલે વિસ્તારમાં અફરા તફરી સહિત ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક નજીકના ફાયર ફાઈટરોને કરતાં તાત્કાલિક પાણીના બંબા સાથે ફાયર ફાઈટરના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોઈ લગભગ આ ગોડાઉનના માલિક દ્વારા ફટાકડાનું વેચાણ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આવા સમયે ફટાકડાનું વેચાણ કેટલું યોગ્ય અને તે પણ રહેણાંક વિસ્તારોમાં ફટાકડાનું ગોડાઉન રાખવું કેટલું હિતાવહ્‌ છે? તે પણ ચર્ચાનો વિષય બની રહેવા પામ્યો છે. બીજી તરફ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે. લાગેલ આગમાં હજારોનું નુકસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!