દાહોદના મહિલા સહિત બે બુટલેગરોને પાસા : રાજકોટ – અમદાવાદ જેલમાં ખસેડ્યા
દાહોદ, તા.૧૯
દાહોદના રળીયાતીના સાંસીવાડમા રહેતી એક મહિલા સહિત બે બુટલેગરોના પાસા મંજુર થતા તાલુકા પોલીસે બંનેની અટકાયત કરી રાજકોટ તથા અમદાવાદની જેલમાં મોકલી આપ્યા હતા.
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ એસ ભરાડા તથા દાહોદ પોલીસ અધિક્ષક હિતેશ જાેયસર તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ જે બેંકર, દાહોદ સર્કલ પીએસઆઈ એચ પી કરેણના માર્ગદર્શનમા દારૂના ગુનાહિત ઈતિહાસ ધરાવતા લીસ્ટેડ બુટલેગરો વિરૂધ્ધ પાસા તડીપાર કરવા માટેની સુચના કરતા રળીયાતી ગામે સાંસીવાડમા રહેતા બુટલેગર ચોરી છૂપીથી પ્રોહીબીશન વેચવાની પ્રવૃતિ કરતા હોય જે અંગે દાહોદ તાલુકા પોલીસે અસરકારક કામગીરી કરી દારૂના કેસો શોધી કાઢી અટકાયતી પગલા લેવા સારૂ બુટલેગરોની પાસા દરખાસ્તો તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલી આપી હતી. જેમાં રળીયાતી સાંસીવાડના શ્યામ મગન સાંસી તથા ટીનાબેન ગોવીંદ સાંસી પાસાની દરખાસ્ત મંજુર કરી હતી. દાહોદ તાલુકા પોલીસ મથકના સિ.પીએસઆઈ એમ એફ ડામોર તથા સ્ટાફે તાત્કાલીક પાસા અટકાયતોને હસ્તગત કરી તેઓને હુકમની બજવણી કરી શ્યામ મગન જાતે સાંસીને રાજકોટની જેલમાં તથા ટીનાબેન ગોવીંદ જાતે સાંસીને અમદાવાદની મહીલા જેલમાં મોકલી આપ્યા છે.