વિશ્વ હિંદુ પરિષદ,દાહોદ દ્વારા આજરોજ શહેરમાં શ્રી રામ જન્મભુમી મંદિરનિર્માણ માટે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
દાહોદ તા.૧૬
વિશ્વ હિંદુ પરિષદ,દાહોદ દ્વારા આજરોજ શહેરમાં શ્રી રામ જન્મભુમી મંદિરનિર્માણ માટે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સભામાં મોટી સંખ્યામાં શહેર સહિત જિલ્લાના હિન્દુભાઈ બહેનો ઉપÂસ્થત રહ્યા હતા.
દાહોદ શહેરના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં આજરોજ સવારના ૧૦ વાગ્યાના સમયે વિશ્વ હિન્દુ પરિષદ,દાહોદ દ્વારા શ્રી રામ જન્મભુમી મંદિર નિર્માણ માટે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ધર્મસભામાં સાધુ,સંતો પણ ઉપÂસ્થત રહ્યા હતા અને તે ઉપરાંત દાહોદ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય સહિત શહેરની જનતાના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા. યોજવામાં આવેલ ધર્મસભા શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યુ હતુ.