દેવગઢ બારીઆની સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત થતાં પરિવારજનો દ્વારા ભારે હોબાળો મચાવ્યો
દાહોદ તા.20
દેવગઢબારિયા નગરમાં આવેલ સરકારી દવાખાના ખાતે એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિવારજનો દ્વારા હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલના એક સ્ટાફગણને લોખંડનો stool મારી શરીરે ઈજા પહોંચાડી ભારે ધીંગાણું મચાવ્યા બાદ કોરોનાગ્રસ્ત મૃતક દર્દીને સાથે લઈ જઈ કોરોના સંક્રમણનો ફેલાવો કરી અને બીજાની જિંદગી જોખમમાં મુકતા આ સંબંધે પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
દેવગઢ બારીયા તાલુકામાં રહેતા ગીરીશભાઈ પ્રભાતભાઈ રાવળ કોરોનાગ્રસ્ત હોય તેઓને પરિવારજનો દ્વારા દેવગઢ બારિયાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં આ ગીરીશભાઈ સારવાર પણ ચાલતી હતી. સારવાર દરમિયાન ૧૮મી એપ્રિલના રોજ ગીરીશભાઈનું મોત નીપજ્યું હતું. આ બાબતે મૃતક ગિરીશભાઇના સગા સંબંધીઓ દ્વારા દેવગઢબારિયાની સરકારી હોસ્પિટલ ખાતે આવી ભારે ધીંગાણું ચાવ્યું હતું અને ગીરીશભાઈને તમે મારી નાખે છે, એવા આક્ષેપો કરી બેફામ ગાળો બોલતા હતા અને કોરોના વોર્ડમાં ઘુસી જઇ લોખંડનું stool આ દવાખાનામાં ફરજ બજાવતા કર્મચારી એવા આકાશભાઈ દેવેન્દ્રકુમાર ગુપ્તાને મારતા આકાશભાઈ ઢીચણના નીચેના ભાગે ઇજાઓ પહોંચી હતી હાલ જ્યારે વિશ્વભરમાં કોરોનાનો કેર છે ત્યારે આવા સમયે મૃતક ગીરીશભાઈને તેમના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવી કોરોનાગ્રસ્ત લાશને સાથે લઈ જઈ બીજાઓની જિંદગી જોખમમાં મુકાય તે રીતે ચેપનો ફેલાવો કર્યો હતો અને સરકારી કામકાજમાં રુકાવટ ઊભી કરતા આ સંબંધને હોસ્પિટલના કર્મચારી એવા આકાશભાઈ દેવેન્દ્રકુમાર ગુપ્તા દ્વારા આ સબંધે દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

