ફતેપુરાના જંગલ વિસ્તારમાં એક યુવકે અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટુંકાવ્યું
દાહોદ તા.20
ફતેપુરા તાલુકાના ડુંગર ગામે જંગલ વિસ્તારમાં એ ઝાડ સાથે એક યુવકે અગમ્ય કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ડુંગર ગામે રહેતા એક ૨૨ વર્ષિય યુવક અનિલભાઈ શંકરભાઈ પારગીએ ગત તારીખ ૧૮મી એપ્રિલના રોજ પોતાના ઘર નજીક આવેલ જંગલ વિસ્તારમાં એક ઝાડ સાથે દોરડું બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો ઘટનાને પગલે સ્થળ પર પણ લોકો ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી જઈ મૃતકની લાશને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને ખાતે પીએમ અર્થે મોકલી દીધી હતી. આ સંબંધે ડુંગર ગામે રહેતા અને મૃતકના સ્વજન એવા શંકરભાઈ નાથાભાઈ પારગીએ આ સંબંધે ફતેપુરા પોલીસ મથકે જાણવાજોગ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.