દાહોદ શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમવાર શ્રી વાલ વ્યાસ રાધા સ્વરૂપા પૂ.જયા કિશોરીજીના સાનિધ્યમાં શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા દાહોદ નગરમાં ૮માં ભવ્ય વાર્ષિક મહાઉત્સવના ઉપલક્ષ્યમાં

દાહોદ તા.૧૬

દાહોદ શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમવાર શ્રી વાલ વ્યાસ રાધા સ્વરૂપા પૂ.જયા કિશોરીજીના સાનિધ્યમાં શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા દાહોદ નગરમાં ૮માં ભવ્ય વાર્ષિક મહાઉત્સવના ઉપલક્ષ્યમાં  “નાની બાઈ રો માયરો” કાર્યક્રમનું તા.૨૧,૨૨, અને ૨૩ ડિસેમ્બર એમ ત્રણ દિવસ સુધી ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં  નિશાન તથા શોભાયાત્રા, “નાની બાઈ રો માયરો”, મહા રાસ ગરબા તેમજ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા દાહોદના નગરના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ૮માં ભવ્ય વાર્ષિક મહોત્સવના ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમમાં વ્યાસપીઠને અલંકૃત કરીને દિવ્ય વાણીથી કથા અમૃતનું રસપાન કરાવનાર શ્રી બાલ વ્યાસ રાધા સ્વરૂપા પૂ.જયા કિશોરીજી કથાનું રસપાન કરાવશે. આ “નાની બાઈ રો માયરો” કાર્યક્રમની શરૂઆત તા.૨૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજથી શરૂ થનાર છે જેમાં આ દિવસે નિશાન તેમજ શોભાયાત્રા શહેરના હનુમાન હજાર Âસ્થત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતેથી સવારે ૯ કલાકે શહેરમાં નીકળશે. તા.૨૨ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ શહેરના શ્યામ ધામ રાધે ગાર્ડનમાં મહા રાસ ગરબાનું રાત્રીના ૮ કલાકેથી આયોજન કરવામાં આવેલ છે. તા.૨૩ ડિસેમ્બરના રોજ પુર્ણાહુતિ તેમ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સાંજના ૬ કલાકે થી શ્યામ ધામ રાધે ગાર્ડન,દાહોદ ખાતે રાખવામાં આવેલ છે. તે ઉપરાંત આ ત્રણ દિવસના કાર્યક્રમમાં શ્યામ ધામ રાધે ગાર્ડન,દાહોદ ખાતે પૂ.જયા કિશોરીજીની દિવ્ય વાણીમાં સવારે ૯ થી સવારના ૧૧ કલાક સુધી ત્રણ દિવસ સુધી કથાનું આયોજન પણ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!