બે શખ્સો દ્વારા કુહાડી તથા લાકડી વડે કરેલા હુમલામાં ઈજાગ્રસ્તનું મોત થતા લીમખેડાના દુધીયા ધરા ગામે આરોપીઓના ઘર આગળ મૃતકની અંતિમ વિધિ કરાઈ


દાહોદ તા.રર
લીમખેડા તાલુકાના દુધીયાધરા ગામે ગત ૭મી એપ્રિલના રોજ સાત વર્ષ અગાઉ આંબાના વૃક્ષના આપેલા પૈસાની વાત કરવા બાબતે થયેલ ઝઘડામાં ઉશ્કેરાયેલા ગામના બે ઈસમો દ્વારા ગામના જ વ્યક્તિ ઉપર કુહાડી અને લાકડી વડે કરેલા હુમલામાં થાપા તથા હાથના ભાગે ગંભીર ઈજાઓ થતા ઈજાગ્રસ્તને દાહોદની ઝાયડસ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હોમ કોરોન્ટાઈન દરમ્યાન ગત સાંજે તેનું મોત નિપજતા હત્યાનો ગુનો નોંધાયો હતો.
લીમખેડા તાલુકામાં આવેલા દુધીયાધરા ગામના નિશાળ ફળીયામાં રહેતા દલાભાઈ વેસ્તાભાઈ ભુરીયા ગત તા.૭મી એપ્રિલના રોજ સવારના સાડા નવેક વાગ્યાના સુમારે પોતાના ઘરે હતા. તે દરમ્યાન ગામના જ સામાભાઈ કાળુભાઈ ભુરીયા હાથમાં કુહાડી લઈ તથા બચુભાઈ હુમજીભાઈ ભુરીયા હાથમાં લાકડી લઈ દલાભાઈના ઘરે દોડી આવ્યા હતા અને સાત વર્ષ અગાઉ આંબાના ઝાડના પૈસા કીડીયાભાઈ હુમજીભાઈને આપેલ હતા. જે પૈસાની હાલમા કેમ વાત કરે છે તેમ જણાવી ઉશ્કેરાઈ જઈ સામાભાઈ ભુરીયાએ તેના હાથમાની કુહાડીના મુંદર દલાભાઈને થાપાના ભાગે મારી ફેક્ચર કર્યું હતુ. તેમજ બચુભાઈ ભુરીયાએ પણ લાકડી મારી દલાભાઈને હાથે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત દલાભાઈને લીમખેડા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પીટલમા ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧૬મી એપ્રિલના રોજ દલાભાઈનો કોરોના સંબંધી રિપોર્ટ કરવામાં આવ્યા તેને પરત ઘરે દુધીયાધરા ગામે હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન મંગળવારે સાંજે દલાભાઈ વેસ્તાભાઈ ભુરીયાનું મોત નિપજ્યું હતુ.
આ બનાવ સંબંધે દુધીયાધરા ગામની કમળાબેન રાયસીંગભાઈ ભુરીયાએ નોંધાવેલી ફરીયાદને આધારે લીમખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!