દાહોદ જિલ્લામાં કોરોનાએ સેન્ચુરી પાર કરી : એકજ દિવસમાં ૧૦૦ કોરોના પોઝીટીવ

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લામાં આજે કોરોનાએ સેન્ચુરી પાર કરી દીધી છે. આજે એકજ દિવસમાં ૧૦૦ કોરોના પોઝીટીવ કેસો નોંધાવાં પામ્યાં છે. દાહોદ જિલ્લાની પરિસ્થિતિ દિનપ્રતિદિન કોરોના સંક્રમણ મામલે વણસી રહી છે. રોજે રોજ કોરોના સંક્રમણના કેસોમાં બમણો વધારો થતાં જાેવા મળી રહ્યો છે અને તે સાથે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો કોરોના સંક્રમણથી અત્યંત પ્રભાવિત હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આજે કોરોનાથી કુલ ૦૮ દર્દીઓના મોત થયાં છે.

આર.ટી.પી.સી.આર.ના ૧૧૮૨ પૈકી ૬૨ અને રેપીટ ટેસ્ટના ૨૩૦૨ પૈકી ૩૮ મળી આજે કોરોનાએ દાહોદ જિલ્લામાં સદી ફટકારી દીધી છે. આ ૧૦૦ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૬, દાહોદ ગ્રામ્યમાંથી ૧૮, ઝાલોદ અર્બનમાંથી ૧૦, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૮, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૪, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૪, લીમખેડામાંથી ૦૩, સીંગવડમાંથી ૦૧, ગરબાડામાંથી ૧૧, ધાનપુરમાંથી ૦૨, ફતેપુરામાંથી ૦૫ અને સંજેલીમાંથી ૦૪ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૮ દર્દીઓએ કોરોનાથી દમ તોડતાં જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ મૃત્યુ આંક ૧૮૪ ને પાર કરી ચુંક્યો છે. આજે એક સાથે ૪૮ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યારે વધતાં કેસોને કારણે એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૫૯૪ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: