દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી, ૨૫ દર્દીઓના મોત


(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૪
શની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની પણ ભારે તંગી છે. દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે ૨૫ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. બત્રા અને સર ગંગારામ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની ભારે તંગી છે અને થોડા સમય સુધી ચાલે તેટલો જ ઓક્સિજન ઉપલબ્ધ છે.
જયપુર ગોલ્ડન હોસ્પિટલના એમડી ડોક્ટર ડીકે બલૂજાએ કરેલા દાવા પ્રમાણે ગઈકાલે સાંજે ઓક્સિજન પુરવઠાની તંગીના કારણે ૨૦ અતિ ગંભીર દર્દીઓના મોત થયા હતા. બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનનું એક ટેન્કર પહોંચી ગયું છે. બત્રા હોસ્પિટલના એમડી ડોક્ટર એસસીએલ ગુપ્તાના કહેવા પ્રમાણે હોસ્પિટલને ટ્રક દ્વારા ૫૦૦ કિગ્રા ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો છે જે ઓક્સિજન મળ્યા બાદના આગામી એક કલાક માટે પૂરતો છે. હોસ્પિટલમાં ૨૬૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
જયપુર ગોલ્ડન હોસ્પિટલના એમડી ડૉકટર ડીકે બલૂજાએ દાવો કર્યો કે ગઇકાલે સાંજે ઓક્સિજનના પુરવઠાની અછતના લીધે અંદાજે ૨૦ ખૂબ જ ગંભીર દર્દીઓના મોત થયા.
બીજીબાજુ બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની એક ટેન્કર પહોંચી ગઇ છે. બત્રા હોસ્પિટલના એમડી ડૉકટર એસસીએલ ગુપ્તાએ કહ્યું કે હોસ્પિટલના ૫૦૦ કિલોગ્રામ ઓક્સિજન ટ્રક દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે. જે ઓક્સિજન મળ્યા બાદ આવતા ૧ કલાક માટે પૂરતો રહેશે. હોસ્પિટલમાં ૨૬૦ દર્દી દાખલ છે.
દિલ્હીની હોસ્પિટલમાં ઓક્સિજનને લઇ સંકટ ઘેરાઇ રહ્યું છે. એક પછી એક કેટલીય હોસ્પિટલની તરફથી ઓક્સિજનની અછતની વાત થઇ રહી છે. દિલ્હીની મૂલચંદ હોસ્પિટલની તરફથી પીએમ મોદી, સીએમ કેજરીવાલથી લઇ એલજી સુધી ઓક્સિજનને લઇ મદદ માંગી છે. હોસ્પિટલની તરફથી કહેવામાં આવ્યું છે કે અમારી પાસે થોડાંક જ સમયનો ઓક્સિજન બચ્યો છે. મૂલચંદ હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર મધુ હાંડા એક ટીવી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં-કરતાં રડવા લાગ્યા, કહ્યું માત્ર ૩૦ મિનિટનો ઓક્સિજન બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!