કોરોનાકાળમાં લોકસેવાની ફરજથી ભાગતા એક તબીબી અધિકારીને છૂટા કરાયા : ફરજના સ્થળ ઉપર હાજર ના થતાં અન્ય સાત મેડિકલ ઓફિસરને નોટિસ ફટકારાઇ
કોરોનાકાળના તાકીદના સમયે જ લોકસેવાની પોતાની ફરજથી દૂર ભાગવાની વૃત્તિ ધરાવતા દાહોદના એક મેડિકલ ઓફિસરને જિલ્લા વહીવટી તંત્રએ છૂટા કરી રાજ્ય સરકારને હવાલે મૂકી દીધા છે. તો બીજી તરફ ફરજના સ્થળ ઉપર હજાર થવા માટે કરાયેલા આદેશને ઘોળીને પી ગયેલા અન્ય સાત મેડિકલ ઓફિસરને કારણદર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે.
કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ૪૧ તબીબોને ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ફરજ બજાવવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા હતા. તે પૈકી બોરવાણીના તબીબી અધિકારી ડો. ખુશ્બુ ચૌહાણ ફરજ ઉપર થતાં ના હતા. તેથી તેમની સામે પગલાં લઇ અહીંથી છૂટા કરીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના હવાલે મૂકી દેવામાં આવ્યા છે.