દાહોદ જિલ્લામાં વધુ ૧૧૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયાં : વધુ ૦૩ના મોત
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૧૩ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. છેલ્લા એક અઠવાડિયાથી ૧૦૦ ઉપરાંત કેસો સામે આવી રહ્યાં છે. વધતાં કેસોને કારણે દાહોદ જિલ્લાની હોસ્પિટલો હાઉસ ફુલ થઈ ગયાં છે. દર્દીઓ એક દવાખાનેથી બીજા દવાખાને સારવાર હેઠળ રઝળી રહ્યાં છે. આજે વધુ ૦૩ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે પરંતુ રાહતના સમાચાર એ છે કે, આજે ૮૪ લોકો કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આર.ટી.પી.સી.આર.ના ૧૧૨૬ પૈકી ૬૯ અને રેપીટ ટેસ્ટના ૧૨૫૩ પૈકી ૪૪ મળી આજે ૧૧૩ કોરોના કેસો નોંધાયાં છે. આ ૧૧૩ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૩, દાહોદ ગ્રામ્યમાંથી સૌથી વધુ ૨૩, ઝાલોદ અર્બનમાંથી ૧૫, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૮, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૪, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૩, લીમખેડામાંથી ૦૫, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૦૮, ધાનપુરમાંથી ૦૩, ફતેપુરામાંથી ૧૧ અને સંજેલીમાંથી ૦૫ કેસોનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૩ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવતાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક ૨૧૮ ને પાર ચુકી ચુંક્યો છે. વધતાં કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં કુલ ૭૯૫ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૪૭૯૩ થઈ જવા પામ્યો છે.