દાહોદમાં કોરોના સંક્રમણનો પ્રકોપ : દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્લંશ સેવામાં સારવાર લઈ રહેલા દર્દીઓ
દાહોદ તા.૨૭
દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાનો પ્રકોપ યથાવત્ રહ્યો છે. આજના એક દ્રશ્યને પગલે દર્દીઓ કેવી પરિસ્થિતીમાં હશે તેનો ખ્યાલ આવી ગયો હશે. દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે બેડની અછતને પગલે સારવાર માટે આવી રહેલ દર્દીઓ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવામાંજ સારવાર લેતાં નજરે પડ્યાં હતાં અને સારવાર માટે ૦૪ કલાકનું વેટીંગ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
કોરોના પ્રકોપથી હાલ સમગ્ર દેશ હચમચી ઉઠ્યું છે. ગુજરાત રાજ્ય પણ તેનાથી બાકાત રહ્યું નથી. સાથે સાથે દાહોદ જિલ્લો પણ કોરોના સંક્રમણથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.કોરોના દર્દીઓથી માંડી અન્ય દર્દીઓ સારવાર માટે એક દવાખાનેથી બીજા દવાખાને ભટકી રહ્યાં છે. શહેર સહિત જિલ્લામાં આવેલ સરકારી હોસ્પિટલથી લઈ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગયાં છે. બેડની અછત પણ સર્જાઈ રહી છે. સાથે સાથે ઓક્સિજનની અછત હોવાની પણ છડેચોક બુમો ઉઠવા પામી છે. હોસ્પિટલોમાં લાંબી લાઈનો જાેવા મળી રહી છે. સારવારના અભાવે પણ દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે તેમજ દર્દીઓની હાલત પણ કફોડી બની રહી છે. આવા સમયે દાહોદની જીવાદોરી સમાન એવી દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં બેડો હાઉસફુલ થઈ ગયાં છે. સારવાર માટે આવતાં દર્દીઓ રઝળી રહ્યાં છે. આજના એક દ્રશ્યને પગલે અન્ય જિલ્લાઓની પરિસ્થિતીનું વર્ણન હવે દાહોદ જિલ્લામાં થવા પામ્યું છે. દાહોદની આ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓની લાંબી લાઈનો જાેવા મળી છે. વેટીંગ લીસ્ટમાં દર્દીઓ લાંબી કતારોમાં ઉભા છે. સાથે સાથે ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ૦૪ કલાકનું વેઈટીંગ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઝાયડસ હોસ્પિટલની બહાર એમ્બ્યુલંશમાં દર્દીઓને સારવાર અપાઈ રહી છે. બેડની અછતના કારણે દર્દીઓની હાલત દિન પ્રતિદિન અત્યંત કફોડી બની રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.