દાહોદ શહેરમાં પાલિકા તંત્ર અને પોલીસ એક્શન મોડમાં : એક દુકાન સીલ : બે વેપારીઓની અટકાયત

દાહોદ તા.28
દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના અંતિમ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે દાહોદ શહેરમાં સ્વેચ્છિક lockdownની જાહેરાત કરવામાં આવ્યા બાદ પણ દાહોદ શહેરના કેટલાક બિનજરૂરી વેપારીઓ પોતાના રોજગાર ધંધો ચાલુ રાખતા હોવાનું નજરે પડતા છેલ્લા બે – ત્રણ દિવસથી દાહોદ પાલિકા તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા આવા વેપારીઓ સામે લાલ આંખ કરી દુકાનો સીલ મારવાની કામગીરી કરી રહી છે ત્યારે આજે દાહોદ શહેરના બસસ્ટેન્ડ વિસ્તાર ખાતે કેટલાક દુકાનદારોએ પોતાની દુકાન ખુલ્લી રાખતાં અને ઘણી દુકાનોમાં ભીડભાડ જોવાતા કોરોના guideline નો ભંગ થતા પાલિકા તંત્રે પોલીસ તંત્રને સાથે રાખી કેટલીક દુકાને સીલ કરી દીધી હતી ત્યારે દુકાનો સીલ કરતા વેપારીઓ અને નગરપાલિકા તેમજ પોલીસ તંત્ર વચ્ચે રકઝક અને તું તું મેં મેં નો માહોલ પણ સર્જાયો હતો જેને પગલે પોલીસે ૨ જેટલા વેપારીઓની અટકાયત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
જિલ્લામાં કોરોના સંક્રમણના કેશો દિન – પ્રતિદિન વધી રહ્યા છે તેની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જે ચિંતાની બાબત છે. આવી ગંભીર પરિસ્થિતિને અનુલક્ષીને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ શહેર સહિત જિલ્લામાં સ્વેચ્છિક લોક ડાઉનલોડ જાહેરાત પણ કરવામાં આવી છે અને જેમાં માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનેજ નિર્ધારિત સમય માટે દુકાન ખુલ્લી રાખવા માટે આદેશ આપ્યો છે જેમાં મેડિકલ સ્ટોર્સ અને કરિયાણાની દુકાન માત્રને સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે છેલ્લા બે – ત્રણ દિવસથી દાહોદ શહેરમાં બિનજરૂરી દુકાનદારો દ્વારા પોતાના રોજગાર ધંધા ખુલ્લા રાખતા પાલિકા તંત્ર પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે તેની સાથે સાથે કામ વગર ફરતા લોકો સામે પણ પોલીસે લાલ આંખ કરી છે. આજરોજ દાહોદ શહેરના બસ સ્ટેન્ડ ખાતે આવેલ કેટલાક દુકાનના વેપારીઓની દુકાને ભારે ભીડ જામતા અને કેટલીક બિનજરૂરી દુકાનદારોએ પોતાની દુકાનો ખુલ્લી રાખતાં પાલિકા તંત્રની ટીમ પોલીસ કાફલા સાથે આ બસ સ્ટેશન વિસ્તારમાં ધામા નાખ્યા હતા જ્યાં પ્રથમ તો વેપારીઓને સમજાવ્યા હતા પરંતુ કેટલાક વેપારીઓએ દુકાન બંધ કરવા માટે ટસના મસ થયા ન હતા અને પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર સાથે અભદ્ર વર્તન કર્યું હતું જેના પગલે એક્શનમાં આવેલ પોલીસ તંત્રે બે જેટલા દુકાનદારોની અટકાયત પણ કરી છે અને બે થી વધુ દુકાનોને સીલ પણ કરી દેવામાં આવી છે તેની સાથે સાથે કામ વગર ઘરની બહાર નીકળતા લોકો સામે પણ અને માત્ર વગર ફરતા લોકોને પણ સ્થળ પર જ દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવી હતી તે ઉપરાંત મેડિકલ અને કરિયાણાની દુકાનોમાં ભીડભાડ થતા તેઓની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. આની સાથે સાથે પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા હજુ પણ લોકોને કામ પર ઘરની બહાર ન નીકળવા તેમજ સ્વૈચ્છિક લોક ડાઉનલોડ પાલન કરવા નમ્ર કરી રહી છે ત્યારે શહેર સહિત જિલ્લા વાસીઓ પણ lockdownનું પાલન કરી આવી કોરોના વૈશ્વિક મહામારીમાં તંત્રને સાથ અને સહકાર આપે તે આજના સમયની માંગ છે.