રૂપાણી સરકારનું અઘોષિત લોકડાઉન, સમગ્ર રાજ્યના શહેરો સજડ બંધ
(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨૮
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે આ સંક્રમણને ખાળવા માટે રાજ્યના ૨૯ શહેરોમાં મીની લોકડાઉન લાગુ થઇ ગયું છે અને તેના પાલન માટે પોલીસ અને અન્ય સંસ્થાઓ મેદાને આવી છે.
સૌરાષ્ટ્ર્રના ૧૨ શહેરોમાં આજથી આ કડક નિયંત્રણો અમલી બન્યા છે અને ઘણી બજારો બધં જાેવા મળી છે. જે શહેરોમાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે તેમાં રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, મોરબી, ભુજ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ અને વેરાવળ–સોમનાથનો સમાવેશ થાય છે.
કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્રારા ૨૬ એપ્રિલે બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ સંદર્ભે સીએમ પાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં કેન્દ્રની ગાઈડલાઈન્સ અનુસાર રાજ્યમાં કોરોનાનો ફેલાવો અટકાવવા માટે હવે ૨૯ શહેરોમાં સાંજે ૮થી સવારે ૬ વાગ્યા સુધી કરયૂ લાગુ કરવા સહિતના મહત્વપૂર્ણ નિયમો જાહેર કરાયા છે.
લ ગુજરાતમાં ૮ મહાનગરો તેમજ ૨૦ શહેરોમાં સાંજે આઠથી સવારે ૬ વાગ્યા સુધી કરયૂ અમલમાં છે. જાેકે, હવે તેનો વ્યાપ વધારાયો છે. હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ–સોમનાથમાં પણ આ કરયૂ લાગુ રહેશે. આ ઉપરાંત સરકારે કેટલાક અન્ય નિયંત્રણોની પણ જાહેરાત કરી છે. નવા નિયમો અને નિયંત્રણો આગામી તારીખ ૦૫ મે સુધી અમલમાં રહેશે. જાેકે, તેમાં આવશ્યક સેવાઓને મુકિત આપવામાં આવી છે.
તમામ ૨૯ શહેરોમાં ૦૫ મે સુધી અનાજ–કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ–ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાધપદાથેર્ાની દુકાનો ચાલુ રહેશે તેવું સરકારે સ્પષ્ટ્ર કયુ છે. આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉધોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. જાેકે, આ તમામ એકમોએ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ ઉપરાંત, તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરાં બધં રહેશે માત્ર ટેક–અવે સેવાઓ જ ચાલુ રાખી શકાશે. તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ–બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ પણ ૦૫ મે સુધી બધં રાખવાનો આદેશ અપાયો છે.
સમગ્ર રાયમાં તમામ એપીએમસી પણ બધં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાેકે, શાકભાજી અને ફળ–ફળાદીનું વેચાણ ચાલુ રહેશે. આ ઉપરાંત, આખાય રાયમાં તમામ ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ પણ બધં કરી દેવાના આદેશ અપાયા છે. માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં હાલ એએમટીએસ તેમજ બીઆરટીએસની બસો બધં છે. જાેકે, રાયમાં એસટીની બસો ૫૦ ટકા ક્ષમતા સાાથે ચાલુ રાખવાનું સરકારે જાહેર કયુ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો વધી રહ્યા છે. હાલ તો એવી સ્થિતિ છે કે વડોદરા શહેર કરતાં વધુ કેસ મહેસાણા જિલ્લામાં નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના જે જિલ્લામાં ગયા વર્ષે કોરોનાનો ખાસ કહેર જાેવા નહોતો મળ્યો, ત્યાં પણ હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, જાે કોઈ સ્થળે પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ હોય તો ત્યાં લોકડાઉન લગાવવા માટે રાય સરકારોને કહેવામાં આવ્યું છે. ગુજરાત સરકારે અત્યારસુધી કોઈ જિલ્લા કે શહેરમાં સત્તાવાર રીતે લોકડાઉન જાહેર કયુ નથી. જાેકે, અમદાવાદ સહિતના મોટાભાગના શહેરો તેમજ ઘણા જિલ્લામાં તો ગામડાંમાં પણ સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરાવાઈ રહ્યું છે. અનેક જગ્યાએ દુકાનો બપોરે બે વાગ્યા બાદ બધં કરાવાઈ રહી છે. મોટા માર્કેટ પણ સ્વયંભૂ બધં છે.