વિશ્વના ૧૭ દેશોમાં કોવિડ – ૧૯નો ભારતીય વેરિયન્ટ ફેલાયો : WHO
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં વધારા માટે જવાબદાર કોવિડ-૧૯ વેરિયેન્ટ મ્.૧.૬૧૭ એક ડઝનથી વધુ દેશો મળી આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની આરોગ્યની એજન્સીએ કહ્યું હતું કે કોરોનાના મ્.૧.૬૧૭ વેરિયન્ટ પહેલી વાર ભારતમાં મળી આવ્યા હતા. એની સાથે ય્ૈંજીછૈંડ્ઢ ઓપન એક્સેસ ડેટાબેઝ પર અપલોડ કરવામાં આવેલા ૧૨૦૦થી વધુ સિક્વન્સ કમસે કમ ૧૭ દેશોમાં માલૂમ પડે છે.
ઉૐર્ંએ રોગચાળા સંબંધી સાપ્તાહિક અપડેટમાં કહ્યું છે કે ભારત, નાઇટેડ કિંગડમ, અમેરિકા અને સિંગાપુરમાંથી સૌથી વધુ સિકવન્સ અપલોડ કરવામાં આવ્યા છે. ઉૐર્ંએ હાલમાં જ મ્.૧.૬૧૭ને કોવિડ-૧૯ નવા વેરિયેન્ટ તરીકે ઘોષિત કર્યા છે. આરોગ્ય સંસ્થાએ કહ્યું છે આમાં હળવા મ્યુટેશન આવે છે. જાેકે અત્યાર સુધી એને ચિંતાજનક જાહેર નથી કરવામાં આવ્યા.
ભારત રોગચાળામાં નવા કેસો અને મોતોનો સામનો કરી રહ્યો છે. આશંકા છે કે જે પ્રકારે આંકડા વધી રહ્યા છે, એ ભારત માટે વિનાશકારી થઈ શકે છે. ભારતમાં મંગળવારે ૩.૫૦ લાખ કરતાં વધુ નવા કેસો નોંધાયા છે. ઉૐર્ંએ સ્વીકાર કર્યો હતો કે ય્ૈંજીછૈંડ્ઢ દ્વારા કરવામાં આવેલી સિક્વેન્સિંગનો આધાર પર એની શરૂઆતની મોડલિંગ એ ઇશારો કરે છે કે ભારતમાં અન્ય વેરિયેન્ટની તુલનામાં મ્.૧.૬૧૭નો વૃદ્ધિદર વધુ છે. એનાથી ટ્રાન્સમિશન ઝડપથી વધી શકે છે. ઉૐર્ંએ ક્હ્યું હતું કે કેટલાય અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે બીજી લહેરનો પ્રસાર પહેલાંની તુલનામાં બહુ ઝડપથી થયો છે.
બીજી લહેરમાં કોરોનાના કેસો ઝડપથી વધવાના સંદર્ભમાં ઉૐર્ંએ લોકો દ્વારા લાપરવાહી દાખવાતાં સંક્રમણ ઝડપથી ફેલાયું હોવાનો અંદેશો વ્યક્ત કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ ભાર મૂક્યો હતો કે મ્.૧.૬૧૭ અને અન્ય વેરિયન્યના સંબંધમાં અભ્યાસની જરૂર છે.
જીછઇજી-ર્ઝ્રંફ૨ના મ્.૧.૬૧૭ સ્વરૂપના બેવડા સ્વરૂપને ભારતીય સ્વરૂપ પણ કહેવામાં આવે છે. એ સ્વરૂપ રોગચાળાની બીજી લહેરથી ખરાબ રીતે પ્રભાવિત મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મળી આવ્યું છે.